Vadodara

વડોદરા શહેર યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્કમાં નામાંકન માટે આગળ વધશે

ગુજરાતનું પ્રથમ શહેર બનવાની સંભાવના, કન્સલ્ટન્ટ નિમણૂકની પ્રક્રિયા શરૂ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને દ્રષ્ટિપ્રેરક સ્થાપત્યને ધ્યાનમાં લઈ યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્ક (UCCN)માં “Creative City of Design” તરીકે નામાંકન કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. જો વડોદરા શહેરનું નામાંકન સફળ થાય, તો તે ગુજરાતનું પ્રથમ શહેર બનશે, જે યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્કનો ભાગ હશે.

હાલમાં ભારતના આઠ શહેરો UCCNમાં સ્થાન પામ્યા છે, જેમાં જયપુર, વારાણસી, ચેન્નઈ, મુંબઇ, હૈદરાબાદ, શ્રીનગર, ગ્વાલીયર અને કોઝીકોડેનો સમાવેશ થાય છે. જોકે, અત્યાર સુધી ગુજરાતનું કોઇપણ શહેર UCCNનો હિસ્સો નથી બની શક્યું. UCCNમાં નામાંકન માટે જરૂરી ડોક્યુમેન્ટેશન અને પ્રક્રિયા હાથ ધરવા કન્સલ્ટિંગ એજન્સીની નિમણૂક કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ એજન્સી મહાનગરપાલિકાની મંજૂરી સાથે સમગ્ર નામાંકન પ્રક્રિયા સંભાળશે. આ માટે “Expression of Interest” (EOI) જાહેર કરવામાં આવશે અને જરૂરી તબક્કાઓ પૂર્ણ થયા પછી, અંતિમ પ્રસ્તાવ UCCN સમક્ષ રજૂ કરવામાં આવશે.

Most Popular

To Top