વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે આ વખતે રેકોર્ડ બ્રેક દાવેદારો મેદાનમાં હતા. લગભગ 40 થી વધુ નામો ચર્ચામાં હતા, જેમાં વર્તમાન શહેર પ્રમુખ ડૉ. વિજય શાહ ફરી એકવાર હોદ્દા માટે રેસમાં હતા. જોકે, પક્ષની અંદર જ કેટલાક સિનિયર નેતાઓએ તેમની વિરુદ્ધ લોબિંગ શરૂ કરી હતી. આ લોબિંગમાં ઘણા જૂના અને સ્થાયી રાજકીય ચહેરાઓ પણ સામેલ થયા હતા.
આજે જય પ્રકાશ સોનીની વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. પાર્ટીના આંતરિક સમીકરણો વચ્ચે વડીલ નેતાઓ કરતા યુવા નેતૃત્વને પસંદ કરાયું છે. જય સોની અગાઉ ભાજપમાં વિવિધ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે અને સંગઠન સાથે તેમની સંકળાયેલા રહેવા માટે ઓળખાય છે. અગાઉ સંઘના કાર્યવાહ પણ રહી ચૂક્યા છે.
ડો. જયપ્રકાશભાઈ મહેશભાઈ સોની

- PhD, MBA in Finance and MBA in HR
- બાલ્યકાળથી સંઘનાં સ્વયંસેવક
- 1996 તૃતીય વર્ષ
- વડોદરા મહાનગર કાર્યવાહ
- વડોદરા વિભાગ શારીરિક શિક્ષણ પ્રમુખ
- અનેક વર્ષોથી સંઘ શિક્ષાવર્ગમાં શિક્ષક અને મુખ્ય શિક્ષક
- સાધના સાપ્તાહિકમાં કાર્ય કર્યું.
- MSU માં Assistant Registrar અને Deputy Registrar
- 2017 થી Central University of Gujarat માં Deputy Registrar.
