(પ્રતિનિધિ) વડોદરા તા. 31
વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન -02 માં આવેલા રાવપુરા, નવાપુરા, ગોત્રી, અકોટા તથા અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ગુમ થયેલા નાગરિકોના મોબાઇલ ફોન, વાહનો, સોનાના દાગીના અને સાયબર રિફંડ સહિતના રિકવરી કરાયેલ કુલ રૂ.14,15,773નો મુદામાલ મૂળ માલિકોને પરત આપવામાં આવ્યો હતો.


વડોદરા શહેર પોલીસના ઝોન -02 હસ્તકના રાવપુરા, નવાપુરા, ગોત્રી, અકોટા તથા અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગરિકોના ગુમ થયેલા મોબાઇલ ફોન, સોનાના દાગીના અને સાયબર રિફંડ,વાહનો સહિતનો મુદ્દામાલ રિકવર કરી શુક્રવારે નાયબ પોલીસ કમિશનર ઝોન -02,અભય સોની સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેકટર, પોલીસ સબ ઇન્સ્પેકટર ની ઉપસ્થિતિમાં મોબાઇલ ફોન નંગ -43,વાહનો -02, સોનાની ઢાળકી -01, સોનાની રણી -01, સાયબર રિફંડ અને અન્ય રોકડ મળી કુલ રૂ. 14,15,773નો મુદામાલ મૂળ માલિકોને પરત આપવામાં આવ્યો હતો.
