લીવ રીઝર્વમાંથી વિવિધ પોલીસ સ્ટેશન અને શાખાઓમાં બદલી, તાત્કાલિક ચાર્જ સંભાળવા સૂચના
વડોદરા તા.8
રાજ્ય પોલીસ વડા દ્વારા તાજેતરમાં 700 ઉપરના પીઆઈની બદલીના હુકમ કરવામાં આવ્યા હતા. જેમાં વડોદરા શહેર જિલ્લામાં પી.આઈ નો પણ સમાવેશ થાય છે ત્યારે તાજેતરમાં જ વડોદરા શહેર અને જિલ્લામાં પીઆઇઓની ફાળવણી કરી દેવામાં આવી હતી.વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા DG & IG ઓફ પોલીસ ગુજરાત રાજ્યના હુકમના આધારે બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓની નવી નિમણૂક જાહેર કરવામાં આવી છે. અન્ય શહેર, જિલ્લા અને એકમોમાંથી બદલી થઇને આવેલા અને હાલમાં વડોદરા શહેરમાં ફરજ બજાવી રહેલા અધિકારીઓને તેમની સામે દર્શાવેલા પોલીસ સ્ટેશન તથા શાખાઓમાં મુકવામાં આવ્યા છે.આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી ફરજનું ચાર્જ સંભાળી તેની જાણ પોલીસ કચેરીને કરવાની સૂચના આપવામાં આવી છે.
બહારથી આવેલા પીઆઈને ક્યાં મુકાયા
કે.જી. લીમ્બાચીયાને AHTU
કે.જે. પટેલને EOW,
એમ.આર. ચાવડાને સાયબર ક્રાઈમ પો.સ્ટે
ડી.ડી. લાડુમોરને બાપોદ પો.સ્ટે
એન.એન. રબારી જે.પી. રોડ પો.સ્ટે.
એચ.એન. બારિયા અને બી.સી. સોલંકી ટ્રાફિક
એચ.બી. ચાવડાને ગોત્રી પો.સ્ટે.
પી.સી. દેસાઈ જવાહરનગર પો.સ્ટે.
કે.એસ. ચૌધરીને ટ્રાફિક વેસ્ટ,
માધુરી એસ. ગોહેલ વિશેષ શાખા
મહેશ એમ. જુજાને રાવપુરા પો.સ્ટે.