પૂરપિડીતોને કીટ આપવા સહાય માટે ન નિકળનાર ભાજપ ઘરે ઘરે સદસ્યતા અભિયાન માટે નીકળ્યા હોવાના કોંગ્રેસના આક્ષેપો
વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સહીં ઝૂંબેશ પણ શરૂ કરાશે
ગત મહિને તા. 26 થી 29 ઓગસ્ટ દરમિયાન શહેરમાં તંત્રની અણ આવડત, બિલ્ડરો રાજકારણીઓ તથા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત ને કારણે વરસાદી કાંસો, વિશ્વામિત્રી નદી પરના દબાણો ને કારણે શહેરમાં ત્રણ થી પાંચ દિવસ સુધી જનતાને પૂરના પાણી વચ્ચે રહેવાનો અને કરોડોના નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો .આ પૂરની પરિસ્થિતિ દરમિયાન વિકાસની મોટી મોટી વાતોના જૂઠ્ઠાણા ચલાવતા નેતાઓ, નગરસેવકો અને સ્માર્ટ પાલિકાના સ્માર્ટ કહેવાતા અધિકારીઓ જનતાની તકલીફ સમયે નજરે પડ્યા ન હતા પૂરના પાણી દરમિયાન જનતા માટે આવેલ નાસ્તા અને પાણીની બોટલો પણ જનતા સુધી ન પહોંચાડી પોતાના લાભ માટે છૂપાવી રાખનારા ઓ માનવતા નેવે મૂકી દીધી હતી જેના કારણે જનતામાં અગાઉ થી જ ગૂસ્સો છે તદુપરાંત રાજ્ય સરકાર દ્વારા પૂરપિડીતો માટે મોકલેલી રાશનકીટોમાં ખરેખર પૂર અસરગ્રસ્તોને પહોંચવાને બદલે રાજકીય સતાધારી પક્ષના નેતાઓ, કાઉન્સિલરો તથા તેઓના રાખેલા વચેટિયાઓ દ્વારા પોતાના અંગત સગાઓ, માનીતાઓ તથા મળતિયાઓને કીટો અપાવી દીધી, કેશડોલ મામલે પણ ઘણાં અસરગ્રસ્તોને સહાય મળી જ નથી ત્યારે બીજી તરફ જે નેતાઓ, કાઉન્સિલરો લોકોને કીટ મળી છે, કેશડોલ સહાય મળી છે તે પૂછવા ઘરે ઘરે ન નિકળ્યા તેઓ હવે ભાજપ સદસ્યતા માટે ઘરે ઘરે નિકળતા જનતામાં આક્રોશ છે. ત્યારે શહેરના પૂર અસરગ્રસ્તોને ન્યાય મળે, સહાયતા મળે તે માટે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આગામી તા.12સપ્ટેમ્બર ના રોજ જન આક્રોશ રેલી યોજશે જેમાં સહીં ઝૂંબેશ ચલાવાશે પૂર અસરગ્રસ્તોને સહાય પૂરી નથી પડાઇ તે મુદ્દે વિરોધ નોંધાવશે આ કાર્યક્રમમાં મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમીત ચાવડા સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ ત્રૃત્વિજ જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસના કાઉન્સિલરો, સભ્યો સયાજીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી જન આક્રોશ રેલીમાં ઉપસ્થિત રહેશે સાથે જ પૂર દરમિયાન જીવ ગુમાવનાર13 લોકોને રૂ.25 લાખની સહાયતા માટે રજૂઆત કરશે.