વડોદરા: ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર અને નિયામકશ્રી નાગરિક સંરક્ષણ, અમદાવાદની કચેરીથી તારીખ ૨૮/૦૪/૨૦૨૫ના પત્ર મુજબ તા.૩૧ મે, ૨૦૨૫ના રોજ વિવિધ ડિઝાસ્ટર આધારિત મોક ડ્રિલ “ઓપરેશન શિલ્ડ”નું આયોજન કરવામાં આવ્યું છે. જે મુખ્યત્વે વડોદરા જિલ્લામાં તારીખ ૩૧/૦૫/૨૦૨૫ના રોજ સાંજે ૬:૪૫ વાગ્યે શરૂ થઈ ૭:૩૦ સુધી મોકડ્રીલ અને ત્યારબાદ સાંજે ૭:૩૦ થી ૭:૪૫ વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ કાર્યક્રમ તરીકે નિર્ધારિત સ્થળ અને સમયે યોજાનાર છે.
આ મોકડ્રીલનો હેતુ લોકજાગૃતિ તથા યથાર્થતા માટે યોજાય છે, જેમાં નાગરિક સંરક્ષણના વિવિધ અધિકારીઓ, જિલ્લા અધિક કલેકટરશ્રી, વિવિધ વિભાગો અને સેવાઓ સાથે સંકલનમાં રહી આયોજન હાથ ધરવામાં આવશે.
મોકડ્રીલના મુખ્ય સ્થળ પાદરા તાલુકાનું નગર પાદરા (શહેરી વિસ્તાર) છે, જ્યાં મોકડ્રીલ સાંજે ૪:૪૫ થી ૯:૩૦ સુધી યોજાશે. બીજી કરજણ તાલુકાના ગામડાં વિસ્તારના આઇનોક્સ એર કંપની નજીક આવેલા જૂની જીથરડી ગામ ખાતે આયોજન કરાયું છે, જ્યાં બ્લેકઆઉટ કાર્યક્રમ સાંજે ૫:૩૦ થી ૫:૪૫ સુધી રહેશે. ત્રીજી ડ્રિલ ઇએમઇ સ્કૂલ કંપાઉન્ડ (વડોદરા શહેર) ખાતે મોડી સાંજ સુધી મોકડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મોકડ્રીલ યોજનામાં સ્થાનિક પોલીસ સ્ટાફ, વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ અને કર્મચારીઓ, નાયબ કલેકટર કરજણ તથા વડોદરા ગ્રામ્ય, પાદરા નગર પાલિકા, મામલતદાર કરજણ તથા પાદરા, સંલગ્ન વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ, એમ.જી.વી.સી.એલ., તેમજ ઇએમઇ સ્કૂલ, ફાયરબ્રિગેડ વડોદરા તથા સ્થાનિક નાગરિકો સહભાગી રહેશે