શહેરમાં અકસ્માતનો સિલસલો યથાવત
આખા દિવસ દરમ્યાન અકસ્માતે રાત પડતાં હાજરી પુરાવી

વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પર તાજેતરમાં થયેલા અકસ્માતે વડોદરા શહેરમાં માર્ગ સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક ટુ-વ્હીલર કાર સાથે અથડાઈ હતી, અને દ્વિ ચકરી વાહન ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. દ્વિચક્રી વાહન ચાલક અને કારચાલક બંને જણ ફૂલ સ્પીડમાં હોવાનું જાણવા મળેલ છે જેના પરિણામે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી ગયો હતો. આ ઘટના શહેરમાં બનતા અકસ્માતો જાણે રોજ હાજરી પુરાવતું હોય તેમ લાગે છે. જેનાથી ટ્રાફિક વ્યવસ્થાપન અને માર્ગ સલામતીના પગલાં અંગે ચિંતાઓ ઉભી થઈ છે. અધિકારીઓને આ ઘટનાની તપાસ હાથ ધરી છે.

