Vadodara

વડોદરા : શહેરમાં વધતા ક્રાઈમને લઈ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ

વડોદરા તારીખ 16
વડોદરા શહેરમાં ગુનાખોરીના વધતા ગ્રાફને લઈ પોલીસ કમિશનર દ્વારા રાત્રિના સમયે સગન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવાની સૂચના આપી હતી. જેના આધારે શહેર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે ટીમો બનાવી રોડ પર ઉભા રહી ગયા હતા અને દરેક પ્રકારના વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના પગલે વાહનચાલકોમાં પણ એક તબક્કે ફફડાટ ફેલાયો હતો.
વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર એવા મચ્છીપીઠમાં તાજેતરમાં જ એક જ કોમના બે જૂથો વચ્ચે હથિયારો વડે મારામારી થતા ધીંગાણું મચી ગયું હતું. જેના કારણે સ્થાનિક કારેલીબાગ પોલીસ સહિત અલગ અલગ ટીમો ઉપરાંત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બીજી તરફ ચોરીના બનાવો પણ દિન પ્રતિ દિન વધી રહ્યા છે. જેના કારણે પોલીસ કમિશનર દ્વારા રાત્રિના સમયે વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ સધન બનાવવા માટેની સુચના આપવામાં આવી હતી. તેના આધારે શહેર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે અલગ અલગ ટીમે દ્વારા નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવવા સાથે કડક રીતે વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. દરેક વાહનચાલકોને રોકીને પોલીસ દ્વારા તેમાં ચેકિંગ કરવામાં આવતા એક તબક્કે ચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.

Most Popular

To Top