Vadodara

વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો, એક જ દિવસમાં ડેન્ગ્યુના 8 કેસ



વડોદરામાં એક જ દિવસમાં ડેન્ગ્યુના 8 કેસ નોંધાતા ફફડાટ જોવા મળ્યો હતો. વડોદરામાં શંકાસ્પદ ડેન્ગ્યુના 72 કેસ નોંધાયા છે તો મેલેરિયાના શંકાસ્પદ 1605 દર્દી, 1 પોઝિટિવ. વાયરલ ફીવરના 453 દર્દીઓ નોંધાયા છે. ચિકનગુનિયાના શંકાસ્પદ 33 દર્દી, 1 પોઝિટિવ દર્દી છે. કમળાના 2 દર્દી અને ટાઈફોઈડનો 1 દર્દી નોંધાયો છે.
આ સિવાય નાની મોટી બિમારીની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.વરસાદ બાદ ગંદકી અને પાણી ભરાયેલા ખાબોચીયામાં મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો વકરી રહ્યો છે અને વડોદરા રોગચાળાના ભરડામાં આવી રહ્યું છે. તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલ્ટીના દર્દીઓનો રાફડો ફાટી નિકળ્યો હોય તેમ દૈનિક 500થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે. કેટલાક દર્દીઓને સારવાર બાદ સ્વસ્થ થતાં રજા આપી દેવામાં આવી છે.
ચિકનગુનિયા, કમળા અને ટાઈફોઈડ તેમજ મેલેરિયાના કેસ વધ્યા છે. દર્દીઓ સારવાર માટે હોસ્પિટલ આવી રહ્યા છે. આ સમયે હાલ વાતાવરણમાં બેવડી ઋતુઓની અનુભૂતી થઇ રહી છે. સાથે ચોમાસાની વિદાય બાદ વાતાવરણમાં ઠંડીની શરૂઆત થઇ જવી જોઇએ તેના બદલે હાલ ગરમી પડી રહી છે. ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધ્યુ છે આથી બિમારીએ માથુ ઉચક્યુ છે. શહેરમાં પાણી જન્ય રોગચાળાએ માથું ઉચક્યા બાદ હવે મચ્છરજન્ય રોગચાળા અને વાઇરલ ઈન્ફેક્શનનાં કેસમાં વધારો થયો છે. શહેરમાં શરદી-ખાંસી, તાવ અને વાઇરલ ઈન્ફેક્શનના કેસોમાં ઉછાળો આવ્યો છે. આ સાથે મલેરિયા અને ડેંગ્યુના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે.
વાઇરલ ઈન્ફેક્શનની વાત કરીએ તો સામાન્ય રીતે બે થી ત્રણ દિવસમાં કાબૂમાં આવતો વાયરલ ફિવર હવે 5 થી 6 દિવસે કાબૂમાં આવી રહ્યો છે. જેને કારણે દર્દીઓને લાંબો સમય સારવાર લેવાની ફરજ પડી રહી છે. વાયરલ ફીવર અને મલેરિયા-ડેંગ્યુના કેસોમાં વધારો થતા હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ચિકનગુનિયા અને કમળાના અને ટાઈફોઈડના કેસ વધી રહ્યા છે.

Most Popular

To Top