Vadodara

વડોદરા શહેરમાં ફરી એકવાર ગટર ઉભરાઈ, હવે જેલ રોડનો વારો



વડોદરા: શહેરમા ગટરના મેન્ટેનન્સનું કામ કરાવતુ નહોવાનુ વડોદરાના લોકો અનુભવી રહ્યા છે. વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાતા લોકો પરેશાની ભોગવે છે અને ભુગભૅ ગટર પણ સાવ નકામી થઇ ગઇ છે.

લોકોની ફરિયાદ છે કે વારંવાર રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતા, સ્વછતા અભિયાન ના લીરા ઉડતા લોકો માં નારાજગી ફેલાઇ જવા પામી છે. વડોદરાના તમામ મુખ્ય બજારોમા છેલ્લા ઘણા સમય થી ગટરો ઉભરાય છે. ફરિયાદ કરવા છતા તેનો કોઇ ઉકેલ આવતો નથી. લોકોને અવર જવર કરવામાં પણ ગટરના પાણીમાથી પસાર થવુ પડે છે.
જેલ રોડ પોલીસ ભુવન પાસે મુખ્ય માર્ગ પર ગટર ઉભરાતા દુર્ગંધ અને ગંદકી ના કારણે અવરજવર કરનાર લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આવી ઘણી બધી સમસ્યા છે છતાં કોઈપણ અધિકારી કે પદાધિકારીઓ એકપણ હરફ ઉચ્ચારતા નથી . વડોદરા પાલિકા તંત્ર પોતાની આવક નો 50% થી વધૂ રકમ ખરચ કરે છે અને સ્વછતા અભીયાન ના નાણા પણ વાપરી નાખેછે તો પણ સફાઇ ના નામે મોટુ ભોપાળુ જોવા મળેલl છે ત્યારે વડોદરાના અનેક બજારમાં તથા અનેક રહેણાક વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસ થી ગટર ઉભરાય છે. સ્થાનિક વેપારીઓ દ્વારા રજુઆત કરવા છતાં પરિણામ ના મળતા વડોદરા ના સરકારી તંત્ર ઉપર લોકો ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. આવા મોટા ખર્ચ કરવા છતા જો સફાઇ ના થવા પામતી હોય તો પાલિકા ના અધીકારી ઓ તપાસ કરાવે તો સફાઇ પાછળ ખચૅ થઈ રહેલ નાણા નો ગોટાળા પણ બહાર આવે તેમ છે.

Most Popular

To Top