Vadodara

વડોદરા શહેરમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો યુવાનનો વિડીયો વાયરલ


શહેર પોલીસ ચાઈનીઝ દોરા પકડવામાં વ્યસ્ત હતી ત્યારે આ વીડિયો બનાવવામાં આવ્યો

વડોદરા શહેરમાં એક નબીરો ચાલુ મોટરસાયકલ મારા હાથમાં બિયરનું ટીમ લઈને લટાર મારવા નીકળ્યો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો મહારાષ્ટ્ર , રાજસ્થાન, ગોવા કે દમણનો નથી પરંતુ સંસ્કારી નગરી વડોદરાનો છે. જ્યાં એક નબીરો ચાલુ મોટરસાયકલ પર હાથમાં બિયર નું ટીન લઈને શહેરમાં લટાર મારવા નીકળ્યો છે. જેમાં ખાસ કરીને પોલીસને પડકાર ફેંકવા માટે સૌથી સુરક્ષિત વિસ્તાર શહેરના હરણી એરપોર્ટ પરથી પસાર થતા સમય પોતાના સોશિયલ મીડિયા instagram પર હેન્ડલ પર મૂકવામાં આવ્યો છે. જ્યાં ગણતરીના ડગલા પર એરપોર્ટ પોલીસ ચોકી પણ આવેલી છે . ત્યારે શહેરમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતા આ વિડીયો વાયરલ થયો છે. જેની પુષ્ટિ ગુજરાત મિત્ર કરતું નથી. વડોદરા શહેરનો વિડીયો એક વાયરલ થયો છે જેમાં એક નબીરો ચાલુ મોટરસાયકલ પર હાથમાં બિયરનું ટીન લઈને શહેરની લટાર મારવા નીકળ્યો છે અને એ નબીરો પોલીસને પડકાર ફેંકવા ખાસ કરીને શહેરના સૌથી સુરક્ષિત વિસ્તાર હરણી એરપોર્ટ રોડ પરથી પસાર થતા સમય વિડીયો ઉતારીને પોતાના સોશિયલ મીડિયા instagram પર મૂકે છે આ વિડીયો 11 જાન્યુઆરી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે આ સમયે શહેર પોલીસ ચાઈનીઝ દોરી અને કાચ કોટેડ દોરા ઉપર પકડવા માં વ્યસ્ત હતી ત્યારે બીજી તરફ શરાબી નબીરાઓ શહેરમાં ખુલ્લેઆમ તમાશો કરતા હતા.

Most Popular

To Top