પાલિકાનું અલગ અલગ વિસ્તારમાં ત્વરિત અને ચુસ્ત ચેકિંગ અભિયાન
વોર્ડ નં. 3માં ડસ્ટબિન વિના અને ગંદકી કરનાર દુકાનદારોને આપવામાં આવી નોટિસો
વડોદરા: શહેરમાં સ્વચ્છતા અંગે વડોદરા મહાનગર પાલિકાએ વધુ ચુસ્ત બનતા તંત્ર દ્વારા દરેક વોર્ડમાં ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી કરવાં આવી રહી છે. પાલિકા દ્વારા મળેલી માહિતી અનુસાર રોડ પરની દુકાનો, હોટલ-રેસ્ટોરન્ટો તેમજ અન્ય નિયમિત સ્થળોએ ડસ્ટબિન રાખવી ફરજિયાત બનાવાઈ છે અને જેના પાલનનું ચેકિંગ પાલિકા દ્વારા કરવાનું યથાવત છે.

શહેરના વોર્ડ નં. 3ના કાલાઘોડા થી ડેરી ડેન વિસ્તારમાં પાલિકા દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ઘણા વેપારીઓ પોતાની દુકાન બહાર ડસ્ટબિન રાખતા ન હોવાનું જોવા મળ્યું હતું. કેટલીક જગ્યા પર ખુલ્લેઆમ ગંદકી જોવા મળી હતી.
પાલિકા અધિકારીઓએ પકડાયેલા દુકાનધારકો અને હોટલ – રેસ્ટોરન્ટ માલિકો સામે તુરંત અસરકારક પગલા લીધાં હતાં. નિયમોના ઉલ્લંઘન બદલ તેમને નોટિસ ફટકારી દંડ ફટકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પાલિકા તંત્રના જણાવ્યા મુજબ આ કામગીરી સતત ચાલતી રહેશે અને જેને પોતાનું જવાબદારી ન સમજાય તેને પર કાર્યવાહી કરવામાં આવશે.

તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જાહેર સ્થળોએ ગંદકી ફેલાવવી હવે સહન નહીં કરવામાં આવે. પાલિકા દ્વારા તમામ દુકાનદારોને તેમના વેપાર સ્થળે જરૂરી ડસ્ટબિન ઉપલબ્ધ રાખવાનું અને તદ્દન સફાઈ રાખવાનું નિર્દેશ આપવામાં આવ્યો છે. આ નિયમનું પાલન નહીં કરનાર સામે દંડાત્મક કાર્યવાહી ચાલુ રહેશે.
તો ચોક્કસ સ્વચ્છ અને સુંદર શહેર તરીકે ઓળખશે...
મહાપાલિકા તંત્ર દ્વારા ચાલુ ચેકિંગ અભિયાન અને દંડની કાર્યવાહી વડોદરા શહેરમાં સફાઈ અને શિસ્ત જાળવવાના હેતુથી શરૂ કરવામાં આવ્યું છે. જો આમ જ નિયમોનો અમલ થાય અને નગરજનો સહયોગ આપે, તો વડોદરા સ્વચ્છ અને સુંદર શહેર તરીકે જલ્દી જ વધુ એક ચોક્કસ નોંધ લઈ શકે છે.