Vadodara

વડોદરા શહેરમાં ઉનાળામાં પાણીની તંગી ન સર્જાય તે જોવા અધ્યક્ષ રાજપુરોહિતની અધિકારીઓને સૂચના

વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરીએ વોટર વર્કસ સમિતિની બેઠક મળી
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે વોટર વર્કસ સમિતિની બેઠક મળી હતી. સમિતિના અધ્યક્ષ મહાવીરસિંહ રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સમિતિના સભ્યો તેમ જ પાણી પુરવઠાના વડા ધાર્મિક દવે અને તેમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકના એજન્ડા પર બે કામ હતા. તે બંને કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત વડોદરા શહેરમાં ઉનાળાની ઋતુ દરમિયાન પાણીનો કકળાટ ન થાય અને નાગરિકોને પૂરતું અને ચોખ્ખું પાણી મળી રહે તે માટે પણ ચર્ચા કરી સૂચનાઓ આપવામાં આવી હતી તેમ સમિતિના અધ્યક્ષ મહાવીરસિંહ રાજ પુરોહિતે જણાવ્યું હતું. પહેલું કામ જે હતું એ વોર્ડ નંબર સાત નાગરવાડા વિસ્તારમાં પટેલ ફળિયામાં ખૂબ લાંબા સમયથી લો પ્રેસર થી પ્રાણી મળતું હતું, ત્યાં નવીન બુસ્ટરને મંજૂરી આપવામાં આવી. જેના કારણે વિસ્તારના લોકોને પ્રેશરથી અને પૂરતું પાણી મળી શકે.
બીજું કામ જે હતું ક્લોરિન ટર્નલ જે લાવવાના પેટે નો ખર્ચ પાડવાનો હોય તે અંદાજિત 15 લાખ રૂપિયાનો ખર્ચ વાર્ષિક ઇજારે આપવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. જેની સાથે સાથે જે રીતે ઉનાળાની શરૂઆત થઈ છે. પૂરતા પ્રમાણમાં શહેરના નાગરિકોને પૂરતું પીવાનું પાણી મળી રહે એવી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
કારેલીબાગના વિસ્તારમાં પાણીને લાઈનમાં ભંગાણ હોવાનું જાણમાં મળે છે. તે બાબતે પાણી પુરવઠા વિભાગના ધાર્મિક ભાઈને સૂચનાઓ આપી તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરી વિસ્તારના લોકોને સાફ શુદ્ધ પીવાનો પાણી મળી રહે તે માટે કહેવામાં આવ્યું છે.
શહેરની અંદર 670 એમએલડી જેટલું પાણી આવી રહ્યું છે તે પાણી લોકોના ઘર સુધી પૂરતા પ્રમાણમાં મળે અને ઉનાળામાં લોકોને પાણી બાબતે તકલીફ સહન ના કરવી પડે એ જવાબદારી સમજીને કામ કરવા અધિકારીઓને અધ્યક્ષે સૂચનાઓ આપી છે

Most Popular

To Top