Vadodara

વડોદરા શહેરમાં અલગ અલગ રસ્તાઓ તેમજ બ્રિજ બનવવાના કામમાં ઇજારદારોની રિંગ 

  • કોઈએ 29 ટકા તો કોઈએ 32 ટકા વધુ ભાવે ઈજારો મુક્યો 
  • સ્થાયી સમિતિની બેઠકમાં 600 કરોડ ઉપરાંતના કામો મંજૂરી માટે મુકવામાં આવ્યા 

ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા મહાનગરપાલિકાની વધુ એક સ્થાયી સમિતિની બેઠક મળશે. માનવામાં આવે છે કે આ ચૂંટણી પહેલાની અંતિમ સ્થાયી સમિતિની બેઠક હશે અને તેથી જ તેમાં 600 કરોડ ઉપરાંતના કામો મંજૂરી માટે મૂકી દેવામાં આવ્યા છે. એજન્ડા ઉપર ઇજારદારો દ્વારા રિંગ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજારદારોએ અંદાજથી એક સરખા 29 ટકા અને 32 ટકાના ભાવોમાં વધારો મુક્યો છે. 

આગામી 7મીએ સ્થયીની બેઠક મળશે , જેમાં  મંજૂરી માટે કુલ 47 જેટલા કામો મુકવામાં આવ્યા છે. ગત બેઠકમાં 51 કામો મુકવામાં આવ્યા હતા જો કે તે 60 કરોડના જ હતા. અને આ વખતે કુલ 662 કરોડના કામ એજન્ડા ઉપર મુકાયા છે. શહેરમાં રિંગ રોડ તેમજ 3 નવા ફ્લાય ઓવર પણ આ કામમાં લઇ લેવામાં આવ્યા છે. જેમાં 3 બિલ્ડરો રણજિત બિલ્ડકોન, દિનેશ અગ્રવાલ અને પાલિકાના માનીતા એવા રાજકમલ બિલ્ડર્સને કામ સોંપવામાં આવશે. 50 કરોડ થી વધુનું એક એવા 3 કામો એજન્ડા ઉપર મુકવામાં આવ્યા છે. જેમાં ત્રણેય બિલ્ડરોએ 32 ટકાના વધુ મુજબનું ભવપત્ર મૂક્યું છે. રાજકમલ બિલ્ડરર્સને તો રાયકા ખાતે 150 એમએલડી ઇંટેકવેલ અને 75 એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓ એન્ડ એમ માટે 149 કરોડનો ઈજારો આપવાનું પણ કામ મુકવામાં આવ્યું છે. ત્યારે એવી પણ ચર્ચા છે કે ચૂંટણી પહેલા ભારે ભરખમ ચૂંટણી ફંડ એકત્રિત કરી લેવામાં આવ્યું છે. તો અન્ય રોડ રસ્તાના કામો માટે પણ 3 ઇજારદારોએ રિંગ કરી છે જેમાં ત્રણેયે 29 ટકા ભાવ વધારા સાથેનું ભવપાત્ર મૂક્યું છે. જયારે રિંગ કરાય ત્યારે તેનું નુકસાન પાલિકા એ જ વેઠવું પડે છે. 

Most Popular

To Top