Vadodara

વડોદરા શહેરને વધુ એક ભૂવાની મળી ભેટ



મકરપુરા રોડ પર પડ્યો મહાકાય ભૂવો, એક પછી એક તંત્રની ખુલી રહી છે પોલ

પ્રતિનિધિ, વડોદરા, તા.4
સમયાંતરે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર ભૂવા પડતા જોવા મળી રહ્યા છે. વર્ષ 2024 નો સૌથી મહાકાય શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ l&t સર્કલ પાસે જોવા મળ્યો હતો. તે પહેલા વાઘોડિયા રોડ પર પણ વિશાળ કાય ભૂવાએ જન્મ લીધો હતો. વડોદરા શહેરનો કોઈ એવો વિસ્તાર નહીં હોય જ્યાં રસ્તા ઉપર ભૂવાઓ ન પડ્યા હોય.

ત્યારે આજરોજ ફરી એકવાર શહેરના મકરપુરા મુખ્ય માર્ગ પર પડવાની ઘટના સામે આવી છે. મકરપુરા એસઆરપી 9 ગ્રુપ ની સામે મેઈન રોડ પર મસમોટો ભૂવો જોવા મળ્યો છે. આ ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડ ની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ભૂવાની આસપાસ સુરક્ષા માટે બેરીકેટિંગ કરી દેવાયું છે.

પરંતુ આ ભૂવો કયા કારણોસર પડ્યો છે તે એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. ક્યાંક ને ક્યાંક આ પ્રકારના ભૂવાઓ પડવાને કારણે વડોદરા મહાનગર પાલિકા ની કામગીરી પર સવાલો ઊભા થાય છે. અને સાથે જ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા તલાટી કામો ની પોલ પણ ખુલીને સામે આવે છે.

Most Popular

To Top