વડોદરા શહેરને નવા 16 સીએસ મળ્યા – Gujaratmitra Daily Newspaper

Vadodara

વડોદરા શહેરને નવા 16 સીએસ મળ્યા

પ્રોફેશનલ પ્રોગ્રામ પરીક્ષા (અભ્યાસક્રમ 2017)માં વડોદરા શહેરમાંથી મોડ્યુલ-1માં 34.55 ટકા, મોડ્યુલ-2માં 25.53 ટકા અને મોડ્યુલ-3માં 33.33 ટકા ઉમેદવારો પાસ થયા છે. તેવી જ રીતે, વડોદરા શહેરમાં પ્રોફેશનલ પ્રોગ્રામ પરીક્ષા (અભ્યાસક્રમ-2022)માં 26.19 ટકા ઉમેદવારો ગ્રુપ-1માં અને 27.27 ટકા ગ્રૂપ-2માં પાસ થયા છે. વડોદરા શહેરમાં એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ પરીક્ષા (અભ્યાસક્રમ- 2017)માં 28.29 ટકા ઉમેદવારો મોડ્યુલ-1માં અને 31.29 ટકા મોડ્યુલ-2માં પાસ થયા છે. તેવી જ રીતે વડોદરા શહેરમાં એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ પરીક્ષા (અભ્યાસક્રમ- 2022)માં 10.09 ટકા ઉમેદવારો ગ્રૂપ-1 અને 37.42 ટકા ગ્રૂપ-2માં પાસ થયા છે.



વડોદરા શહેર થી CS એક્ઝિક્યુટિવ માં દીપ અગ્રવાલ AIR 16 મેળવ્યો છે.

ICSI વડોદરા ચેપ્ટર ના ચેરમેન CS મિતુલ સુથાર જણાવે છે કે એકંદરે ઘણું સારું પરિણામ જોવા મળ્યું છે અને વડોદરા શહેર ને નવા અંદાજિત 16 CS મળ્યા છે, તેઓ વિશેષ માં જણાવ્યું કે હાલ જે કોર્પોરેટ ગવર્નન્સ નું મહત્વ જોવા મળી રહ્યું છે અને ઘણી ઓથોરિટી તથા ICSI નું માનવું છે કે વિકસીત ભારત માટે દેશ ને નવા 1,00,000 CS પ્રોફેશનલ ની જરૂર છે.

Most Popular

To Top