Vadodara

વડોદરા શહેરની મુસ્લિમ બહેનો બનાવે છે રાખડીઓ…

હાલ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે રાખડી બનાવવાની તૈયારીઓ જોરશોર થી ચાલી રહી છે. ખાસ કરીને વડોદરા શહેરમાં વાડી વિસ્તારમાં મુસ્લિમ બહેનો રાખડી બનાવી રહી છે. આખું વર્ષ આ મુસ્લિમ બહેનો રાખડી બનાવતી હોય છે. અને આ રાખડી દ્વારા તેઓ રોજગારી પણ મેળવી રહ્યા છે. કહેવાય છે ને કે ભાઈ બહેનનો સંબંધ પ્રેમનું પ્રતીક છે ધર્મનું નહીં. એક મુસ્લિમ છોકરીએ જણાવ્યું કે, રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર છે, ધર્મનો નથી. તેથી આ રાખડીઓ અમે ખૂબ જ ઉત્સાહભેર બનાવીએ છે.

વડોદરાની 17 વર્ષીય મુસ્લિમ દીકરી અન્સારી રુહાની રોજીરોટી કમાવવા અને તેના પરિવારને ટેકો આપવા માટે રાખડીઓ બનાવી રહી છે.  તે ફાતિમાઝોહરા સ્કૂલમાં 11મા ધોરણમાં અભ્યાસ કરે છે અને ફ્રી સમયમાં રાખડીઓ પણ બનાવે છે, જે તેને આ નાની ઉંમરે પોતાના પગ પર ઊભા થવાનો આત્મવિશ્વાસ આપે છે.  તેના જેવી ઘણી યુવતીઓ અને મહિલાઓ રાખડીઓ બનાવીને આખું વર્ષ કમાઈ રહી છે અને સ્વતંત્ર બની રહી છે.

તૈયાર કરેલી રાખડીઓ વિવિધ શહેરોમાં મોકલવામાં આવે છે અને ઓર્ડરના આધારે અન્ય દેશોમાં નિકાસ પણ કરવામાં આવે છે. આ બધું બાબુભાઈ રાખડીવાલાના પ્રયત્નોને કારણે શક્ય બન્યું છે, જેઓ વર્ષ 1969 થી રાખડીનો વ્યવસાય ચલાવી રહ્યા છે અને સેંકડો મહિલાઓને રાખડી બનાવવાના કામમાં જોડાઈને તેમના પોતાના પગ પર ઊભા રહેવામાં મદદ કરી છે.

રૂહાનીએ વધુમાં જણાવ્યું કે, ભાઈ-બહેનનો સંબંધ ધર્મની બહાર છે, અને આ કામ મને આનંદ આપે છે કારણ કે તે રોજગારી પ્રદાન કરે છે અને મારામાં  આત્મવિશ્વાસનો પણ વધારો કરે છે.

બાબુભાઈ રાખડીવાલા એ જણાવ્યું કે, હું વર્ષ 1969થી આ વ્યવસાય ચલાવી રહ્યા છે અને ત્યારથી અત્યાર સુધીમાં સેંકડો મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડી છે.  તેમણે કહ્યું કે આ કરવા માટે કોઈ ધાર્મિક અવરોધો નથી, તે પ્રેમનો તહેવાર છે અને અમારો વ્યવસાય દરેક પ્રત્યે સમાન પ્રેમથી ચાલે છે.

Most Popular

To Top