વડોદરા શહેર બાજવા ગામમાં સૌરાષ્ટ્ર સોસાયટી, ડો .બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુના આજુબાજુના વિસ્તાર એટલે કે આંગણવાડીનો વિસ્તાર .
અહીંયા ડ્રેનેજ લાઈન ખુલ્લી જોવા મળી રહી છે. રહીશોએ વારંવાર તંત્રને રજૂઆત કરી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેઓને ડર સતાવે છે આંગણવાડીમાં ભણવા જતા કે સોસાયટીના છોકરાઓ રમતા રમતા આ ડ્રેનેજમાં પડી જાય અને કોઈ જાનહાની થાય તેવો ભય એમને સતાવી જાય છે. સ્થાનિકોનું કેહવું છે કે ડ્રેનેજ ઘણા વખતથી ખુલ્લી છે આમાં કોઈ બાળક પડી જાય તો એનો જવાબદાર કોણ?ખુલ્લી ડ્રેનેજ લાઈન ના લીધે સ્થાનિકો ત્રાસી ગયા છે રજૂઆત કરી કરીને કે છતાં નિરાકરણ નથી આવતું . હવે પોતાની વેદના કહે તો કોને કહે બાજવા ના સૌરાષ્ટ્ર સોસાયટીના રહીશો રોષ ઠાલવી રહ્યા છે અને નિરાકરણ જલ્દીમાં જલ્દી લાવે એવી માંગ કરી છે.
સ્થાનિકોનો કહેવું છે બાજવા સૌરાષ્ટ્ર સોસાયટીના અમે રહેવાસી છે અમે લોકોએ બાજવા ગ્રામ પંચાયતમાં રજૂઆત છેલ્લા દોઢ વર્ષથી આ ટ્રેન જ ખુલ્લી લાઈન ની રજૂઆત કરી રહ્યા છે બાજુમાં જ બાલમંદિર આવેલી છે તંત્ર એ કોઈ ધ્યાન આપ્યું નથી અને કચરા વાળવા વાળો આવે છે તે આ કચરો પણ આ ડ્રેનેજમાં જ નાખે છે જેના કારણે દુર્ગંધ પણ ખૂબ આવે છે મચ્છરોનો ઉપદ્રવ છે નાના બાળકો બીમાર પડે છે. અમે ગ્રામ પંચાયતમાં જણાવેલું કે દિવાળી પછી અમે મીડિયામાં પણ જાણ કરીશું તે છતાં પંચાયતના લોકોએ કોઈપણ પ્રકારનું કામની શરૂઆત કરી નથી અમારી એક જ માંગ છે તાત્કાલિક ધોરણે ગ્રેનેટ લાઈન જે ખુલ્લી પડી છે તેને બંધ કરી રીપેર કરી આવા માટેનો રસ્તો ગ્રામજનો માટે અને બાળકો માટે ખુલ્લો મુકાય અને કોઈ દુર્ઘટના ના ઘટે આવનારા સમયમાં જલ્દીથી આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે આંદોલન કરીશું.