Vadodara

વડોદરા : શહેરના પ્રાણ પ્રશ્નોને લઈ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલની ઉર્જા મંત્રીને રજૂઆત

કોર્પોરેશન કલેકટર તેમજ પ્રાઇવેટ જમીન માલિકીની પરવાનગી વગર જીઈબીએ સિંગલ અને થ્રી ફેઝની પરવાનગી આપી દીધી

ઉર્જા મંત્રીએ ધારાસભ્યની વાતમાં સુર પુરાવી કહ્યું યોગેશભાઈની વાત સાચી, જમીન માલિકની પરવાનગી લેવી પડે

( પ્રતિનિધિ )વડોદરા,તા.10

ગાંધીનગર ખાતે મળેલી એક બેઠક દરમિયાન વડોદરાની માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે ઉર્જા મંત્રીને શહેરમાં અવારનવાર વીજળી ગુલ થવાની સમસ્યા, રોડની આજુબાજુ પતરા તાડપત્રી બાંધી પંડાલો ઉભા કરતા ધારકોને કોર્પોરેશન કલેકટર સાથે પ્રાઈવેટ જમીન માલિકીની પરવાનગી વિના સિંગલ ફેજ અને થ્રી ફેજની પરવાનગી અપાતી હોવાના પ્રશ્ને રજૂઆત કરી હતી.

વડોદરાની માજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, વડોદરા શહેરમાં તેમજ અન્ય જગ્યાએ ટ્રાન્સફોર્મર જે લગાવવામાં આવ્યા છે તેની આસપાસ લોખંડની રેલિંગ ઉભી કરવામાં આવી છે, તેથી કચરો અંદર ભરાઈ જાય છે સાફ થતો નથી તેના બદલે ઓટલા ચણીને ટ્રાન્સફોર્મર મૂકવામાં આવે તો ગંદકી પણ ન થાય અને ચોમાસામાં ટ્રાન્સફોર્મર ડૂબે નહીં. તે બાબતે જીઇબી ના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, 500 કેવીના ટ્રાન્સફોર્મરો પોટલા ચણીને મૂકવામાં આવે છે અને 200 કી.વો.ના ટ્રાન્સફોર્મર થાંભલા ઉપર ઉભા કરીએ છીએ. જેથી કચરો આસપાસ ભરાય છે તે સાફ થતો નથી. જેના માટે વિચારવાનું કહ્યું હતું. જ્યારે વડોદરા સેવાસદન કલેકટર તેમજ પ્રાઇવેટ જમીનમાં બુટ ચપ્પલ કપડા મરચા વેચનારા તેમજ અન્ય વેપારીઓ મુખ્ય રોડની આજુબાજુ પતરા તેમજ તાડપત્રી બાંધીને મોટા પંડાલો ઉભા કરે છે. ત્યારે કોર્પોરેશન કે કલેક્ટરની તેમજ પ્રાઇવેટ જમીન માલિકીની પરવાનગી વગર જીઇબી સિંગલ ફેજ અને થ્રી ફેઝની પરવાનગી આપી દેય છે. જેથી શહેરમાં દબાણ વધે છે. કોર્પોરેશનના અધિકારીઓ માલિકની પરવાનગી વગર વીજ કનેક્શન આપવું નહીં. જીઇબી ના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે જેવા કે ત્રણથી સાડા ત્રણ લાખ કનેક્શન અપાયા છે. મેં વિગતવાર ચર્ચા કરી હતી આવા કનેક્શનનો અપાયા જ નથી. જેથી કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ મારી વાતમાં સુર પુર આવ્યો હતો. યોગેશભાઈની વાત સાચી છે. જે તે જમીન માલિકીની પરવાનગી લેવી પડે જ્યારે મકરપુરા જીઆઇડીસીમાં અંડરગ્રાઉન્ડ માટે ટેન્ડર થઈ ગયેલ છે પણ કામ શરૂ થયું નથી. જીઈબીના એમડીએ જણાવ્યું હતું કે તાત્કાલિક કામ શરૂ કરીશું.

Most Popular

To Top