Vadodara

વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા 1500 જેટલા લોકોનું પોલીસ દ્વારા રેસ્ક્યુ



તમામ લોકોને સહી સલામત શેલ્ટર હોમ તથા સ્કૂલોમાં ખસેડી તેમના માટે તમામ પ્રકારની સુવિધા પૂરી પાડી

સતત વરસાદ વરસવાના કારણે આજવા ડેમના તમામ દરવાજા ખોલી પાણી છોડાતા વિશ્વામિત્રીમા પુર આવ્યું

પ્રતિનિધિ વડોદરા તા. 27
વડોદરા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર મેટિંગ કરી સતત ત્રણ દિવસથી વરસવાના કારણે વિવિધ નીચાણવાળા વિસ્તારો સહિત રોડ પણ પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા. સતત વરસાદ વરસવાના કારણે વિશ્વામિત્રી તથા આજવા સરોવરની પણ સપાટી વધી રહી હતી. દરમિયાન આજવા સરોવરની સપાટી વોટર લેવલ કરતા વધી જતા તમામ દરવાજા ખોલીને પાણી છોડાયું હતું. જેના કારણે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ના પાણીના સ્તર વધી જતા વડોદરા શહેરમાં પૂરનું સંકટ સર્જાયું છે. જેના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો ફસાઈ ગયા હતા. પોલીસ દ્વારા આ નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને કરાયો હતો. એક દિવસમાં પોલીસે 1500 ઉપરાંતના લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.
વડોદરા શહેરમાં ગત 25 ઓગસ્ટના રોજ બપોર બાદથી ભારે પવન સાથે વરસાદ ચાલુ થયો હતો અને છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસવાના કારણે તથા ઉપરવાસમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા વડોદરા શહેર નજીકમાં આવેલા આજવા સરોવરની સપાટી 211 ફૂટ કરતાં વોટર લેવલ વધી જતાં 26 ઓગસ્ટ ના આઠ વાગ્યાની આસપાસ વાગે આજવા સરોવરના બધા ગેટ ખોલી નાંખવામાં આવ્યા હતા અને પાણી આજવા ડેમમાંથી છોડાતા વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર વધતા પૂર જેવી પરિસ્થિતી સર્જાઇ હતી. વિશ્વામિત્રી નદિનું જળસ્તર 34 ફૂટ સુધીનું આવી જતાં આજુબાજુના વિસ્તારોમાં ખૂબ પાણી ભરાઇ ગયા હતા. જેથી વડોદરા શહેર પોલીસ અને SDRF ની ટીમ રાહત તથા બચાવની કામગીરીમાં લાગી ગઈ હતી. નિચાણ વાળા વિસ્તારો પરશુરામ ભઠ્ઠા, સિધ્ધાર્થ બંગ્લોઝ, હરણી, નવી નગરી-સમા, સામ્રાજ્ય બંગ્લોઝ- ગોત્રી, મુજમહુડા, રાવપુરા-વિશ્વામિત્રી નદિની આજુબાજુના વિસ્તારમાં સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘણા વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ ઉપર ઝાડ પડી ગયેલ હોય છે પોલીસની ટીમો દ્વારા દુર કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે. 26 અને 27 ઓગસ્ટ દરમિયાન શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ફસાઈ ગયેલા 1500 ઉપરાંતના લોકોને રેસ્ક્યુ કરીને શેલ્ટર હોમ તથા સ્કુલો સહિતના સલામત સ્થળે ખસેડ્યા હતા. આ ઉપરાંત વડોદરા શહેરના અન્ય તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ વરસાદને કારણે પાણીમાં ફસાયેલા લોકોને તેમજ અન્ય મુશ્કેલીમાં ફસાયેલા લોકોને પોલીસ દ્વારા જરૂરી એવી તમામ પ્રકારની મદદ પુરી પાડવામાં આવી છે.

વિશ્વામિત્રી નદીના બ્રિજ બેરેકેડ મૂકી બંધ કરાયા,ટ્રાફિક પોલીસ તૈનાત
વિશ્વામિત્રીમાં નદીમાં પાણી ખતરાની નિસાનની ઉપર વહેતા વિશ્વામિત્રી નદી ઉપર આવેલ સમા-હરણી લીંક રોડ બ્રિજ, મંગલ પાંડે બ્રિજ, ફતેગંજ EME બ્રિજ, નરહરી બ્રીજ, કાલાઘોડા બ્રિજ, ભીમનાથ બ્રિજ, અકોટા બ્રિજ, મુજમહુડા બ્રિજ, અટલાદરા-માંજલપુર બ્રિજ, વડસર બ્રિજ વિગેરે બ્રિજ બંધ કરવામાં આવ્યા છે અને જ્યાં સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ હાજર રહી બેરીકેટ લગાવી રસ્તા બંધ આવ્યા છે.

Most Popular

To Top