Vadodara

વડોદરા શહેરના નાગરીકોને કાયમી સમસ્યા,ગંદુ પાણી પીવા મજબૂર

દૂષિત પાણીની સમસ્યાઓ અંત ક્યારે!

વડોદરા શહેરના કારેલીબાગની સંજય પાર્ક સોસાયટીમાં ગંદા પાણીની સમસ્યા છેલ્લા કેટલાય સમયથી થઈ રહી છે વારંવાર ફરિયાદો કરવા છતાં એનું કોઈ પણ સમાધાન આવતું ન હોવાથી આજે કારેલીબાગની સંજય પાર્ક સોસાયટીની તેમજ અન્ય વિસ્તારોમાં સતત છેલ્લા કેટલાય સમયથી ગંદા પાણીની સમસ્યાનું ઊભી થઈ છે. પરંતુ તેનું કોઈ નિરાકરણ આવતું નથી . કેટલીવાર ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ ફરિયાદનું પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આ અંગે સ્થાનિક મહિલા જણાવે છે કે,અમારે છેલ્લા એક મહિનાથી આવું ગંદુ પાણી આવે છે. દૂષિત પાણી પીવાથી ઘરના સભ્યો અને બાળકો બીમાર થઈ રહ્યા છે, આવું પાણી કઈ રીતે પીવું. કોર્પોરેટરને પહેલા અહીં આવી પાણી પીવે પછી અમે પાણી પીશું તેવું જણાવ્યું હતું. અનેકવાર રજૂઆત અને છેલ્લા ચાર દિવસથી રજુઆત કરતા આવ્યા છે. આ સમસ્યાનું નિરાકરણ આવે તે અમારી માંગણી છે.
આ સાથે સ્થાનિકો એ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં છેલ્લા એક માસથી વધુ સમયથી ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. અહીં ખૂબ જ ખરાબ પાણી આવી રહ્યું છે. અહીં એટલી ખરાબ પરિસ્થિતિ છે કે પીવા નહીં પરંતુ વાપરવાલાયક પણ પાણી નથી. આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પાલિકાનાં તંત્ર ગટર શાખા પર ઢોળે છે અને જ્યારે ગટર શાખા માં રજૂઆત કરીએ ત્યારે પાણી વિતરણ શાખા માં જઈ રજૂઆત કરાવ કહે છે આમ સંકલનના અભાવે ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવતું નથી.

વધુમાં જણાવ્યું હતું કે, અહીં કોર્પોરેશનને કામ કરવાની નિયત જ નથી. અહીં બીમારી પણ ખૂબ ફેલાઈ રહી છે, જેમાં ટાઇફોઇડ જેવા રોગો વધુ થઈ રહ્યા છે. વેરો બાકી હોય તો અહીં આવે છે, જ્યારે આવી કમ્પ્લેન હોય ત્યારે કેમ આવતા નથી. એટલે અહીં બધા ભેગા થયા છે અને અહીં પાણી સાથે ગટરની પણ સમસ્યા યથાવત છે. અમારી સ્પષ્ટ માંગણી છે કે અહીં જે કઈ સમસ્યા છે તેનું કાયમી ધોરણે નિરાકરણ લાવવું જોઈએ.

Most Popular

To Top