કારેલીબાગ નવા ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે સવારે 9:30 થી બપોરે 12:30 સુધી ફોર્મ ભરાશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.3
ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024 અંતર્ગત વડોદરા શહેરના નવા પ્રમુખની સંરચના કરવાની પ્રક્રિયા માટે ઈચ્છુક કાર્યકર્તાઓને પ્રમુખપદની દાવેદારી માટે નવા ભાજપ કાર્યાલય ખાતે બોલાવાયા છે. જ્યાં જરૂરી શરતોને આધીન ફોર્મ ભરવાનું રહેશે.
વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતા હવે વડોદરા શહેર ભાજપના નવા પ્રમુખ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ચાર જાન્યુઆરીના રોજ ભાજપના નવા કારેલીબાગ સ્થિત કાર્યાલય નમો કમલમ ખાતે ઈચ્છુક કાર્યકર્તાઓને બોલાવાયા છે સવારે 9:30 થી બપોરના 12:30 કલાક સુધી આ પ્રક્રિયા ચાલશે જેમાં પ્રમુખ માટેની દાવેદારી માટે કેટલીક શરતો રાખવામાં આવી છે. જેમાં વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે. સક્રિય સદસ્યતા પહોંચ – સક્રિય સદસ્યતા કાર્ડ – સક્રિય નંબર સાથે જીલ્લા/મહાનગર દ્વારા પ્રમાણિત પત્ર, જીલ્લા/મહાનગર પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર્તાએ મંડલ અધ્યક્ષ અથવા જીલ્લા/પ્રદેશ સ્તરે જીલ્લા/પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલુ ફરજિયાત હોવુ જોઈએ., જીલ્લા/મહાનગર પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે. પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. બ્લડ રીલેશન પરિવાર ગણવો., માતા-પિતા, ભાઈ, પુત્ર-પત્ની, જે જીલ્લા/મહાનગર પ્રમુખ સતત બે ટર્મ જીલ્લા/મહાનગર પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં. જીલ્લા/મહાનગર પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ (આર્થિક અને ચારિત્ર્યની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેને લાગુ પડશે,.પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં. મહત્વની બાબત છે કે, આવતીકાલે જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ પદ માટે સાયન્સ પ્રક્રિયા લેવાશે. ત્યારે જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ માટે મુરતિયાં શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે, તે પૂર્વે શુક્રવારે વડોદરાના પ્રભારી મંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા ભાજપ સાથે સંકલનની બેઠક કરી હતી. હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને હાઇવે નજીક સર્કિટ હાઉસ ખાતે આ બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી અને ધારાસભ્યો સાથે ગૃહમંત્રીએ બેઠક કરી હતી. જ્યાં વડોદરાના પ્રમુખ ડોક્ટર વિજય શાહે પણ ગૃહ મંત્રીની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા. ધારાસભ્યોએ પોતાના વિસ્તારની રજૂઆત કરી હતી સાથે જ તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીને લઈને પણ ચર્ચા કરાઈ હતી.
વડોદરા : શહેરના નવા ભાજપ પ્રમુખની સંરચનાની પ્રક્રિયા, ઈચ્છુક કાર્યકર્તાઓને પ્રમુખ પદની દાવેદારી માટે આમંત્રણ
By
Posted on