મકાનમાં રહેતી વ્યક્તિ અંદર દટાઇ હોવાનું સ્થાનિકો એ કહ્યુ
શહેરના ચાર દરવાજામાં લાડવાડામાં શુક્રવારે રાતે જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જોકે, આ ઘટનામાં ઘરમાં રહેતો એક માણસ દટાયો હોય એવું આસપાસના લોકોએ જણાવ્યું હતું. પરંતુ વડોદરામાં મકાન ધરાશાયી થયું તેની ગણતરીની મિનિટો પહેલાં એક માણસ ઘરમાં ગયો હતો . આ ઘટના બનતા ચાર દરવાજા લાડવાડા વિસ્તારમાં તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે આજે વડોદરાના માંડવી પાસે લાડવાડામાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. તેનો કાટમાળ ઘરની અંદર જ પડ્યો હતો. આ ઘટનાને પગલે તુરંત સ્થાનિકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ અને ફાયર વિભાગ ને જાણ કરી હતી. મકાન પડેલા રસ્તા ઉપરનો વાહન વ્યવહાર થોડા સમય માટે બંધ કરી દેવાયો હતો.
ફાયર વિભાગ તુરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મકાન માં ફસાયેલા વ્યક્તિ ને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી હતી.
સ્થાનિકોના કહેવા પ્રમાણે એક વ્યક્તિ આ મકાનમાં રહેતો હતો જેની સાયકલ પણ બહાર પડી હતી. તેઓનું કેહવુ છે એ સાયકલ વગર ક્યાંય જતો નહતો.
જર્જરિત મકાનો ઉતારી લેવા જોઇએ
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ મકાન પડ્યું તેની ગણતરીની મિનિટો પહેલાં એક મહિલા નજીકથી પસાર થઈ રહી હતી. સદભાગ્યે મહિલા બચી ગઈ હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ મકાનની બાજુમાં આવેલું અન્ય એક મકાન પણ પડી શકે તેવી સ્થિતિમાં છે. તંત્ર દ્વારા આ પ્રકારના બાંધકામ સામે ત્વરિત કાર્યવાહી થવી જોઇએ તેવી માગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, જિલ્લાના ઈમારતો વર્ષો જુના જર્જરિત મકાનો આવેલા છે. જે મકાનો મોટી દુર્ઘટના સર્જે તેવી શક્યાતાઓને નકારી શકાય તેમ નથી. ત્યારે તંત્ર દ્વારા આ બાબતે કડક પગલા ભરવા જરૂરી છે.