ગોત્રીના વેપારી પાસેથી રૂ.6 લાખના બદલામાં 15 લાખ રૂપિયા વસૂલ કર્યા હોવા છતાં વધુ રૂપિયાની માંગણી કરીને વારંવાર ધમકી આપતા વ્યાજખોર સહિતના પાંચ આરોપીઓને ગોત્રી પોલીસે ઝડપી પાડ્યા
પ્રતિનિધિ વડોદરા તારીખ 17
ગોત્રી વિસ્તારમાં રહેતા વેપારી પાસેથી રૂ.6 લાખના બદલામાં 15 લાખ રૂપિયા વસૂલ કર્યા હોવા છતાં વધુ રૂપિયાની માંગણી કરીને વારંવાર ધમકી આપતા વ્યાજખોર સહિતના પાંચ આરોપીઓને ગોત્રી પોલીસે ઝડપી પાડ્યા છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા રેસ્ટોરન્ટ ચલાવતા વેપારીને વ્યાજખોર ઘનશ્યામ ફુલ બાજેએ 6 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા. જેની સામે વ્યાજખોર સહિતના મળે ત્યાં હોય તેમની પાસેથી 15 લાખ રૂપિયા વસૂલ કરી લીધા હોવા છતાં વેપારી પાસે વધુ રૂપિયાની માંગણી વારંવાર કરતા હતા અને જો રૂપિયા નહીં આપે તો તને ખોટા કેસમાં ફસાવી દઈશું ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા. જેથી વેપારીએ કંટાળીને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ઘનશ્યામ ફુલ બાજે સહિત ના મળતીયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયાના ચાર પાંચ દિવસોથી આરોપીઓ સતત ભાગતા ફરતા હતા. દરમિયાન ગોત્રી પોલીસે વ્યાજખોર પોલીસ દ્વારા ઘનશ્યામ ફુલબાજે, ક્રિષ્ણા ભિખા કહાર, કીરણ રમેશ માંછી, સન્ની કમલેશ ધોબી, નરેંદ્ર જગમોહનને ઝડપી પાડ્યા હતા. પાંચે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.