ત્રણ જેટલા વ્યાજખોર પાસેથી રૂપિયા 7થી 8 લાખ વ્યાજે લીધા હતા, તરસાલી ડબલ મર્ડર કેસમાં વ્યાજખોરીનો નવો વળાંક આવે તેવી શક્યતા
(પ્રતિનિધિ) વડોદરા તા.17
તરસાસલી વિસ્તારમાં ભાડે રહેતા ચેતન સોનીએ ત્રણ લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેથી તેઓ તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા. જેના કારણે આર્થિક સંકળામણમાં આવી પરિવારને શેરડીના રસમાં ઝેરી પદાર્થ ભેળવી પીવડાવી દીધો હોવાની તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. ત્યારે ડબલ મર્ડર કેસમાં આગામી દિવસોમાં વ્યાજખોરીનો નવો વળાંક આવે તો નવાઇ નહી.
શહેરના તરલાલી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા ચેતન સોનીએ પોતાના પરિવાર માટે યમરાજ બન્યો હતો. જેમાં તેને દેવુ વધી જવાના કારણે શેરડીના રસમાં પોટેશિયલ સાઇનાટ મિક્સ કરીને પિતા, પત્ની તથા પુત્રને પીવડાવી દીધું હતું. પરંતુ પોતે રસ પીધો ન હતો. જેથી પિતા અને પત્નીના મોત નિપજ્યા હતા. જ્યારે પુત્રને ગંભીર હાલતમાં એસએસજીમાં દાખલ કરાયો છે. ત્યારે ચેતન સોની ભાનમાં આવતા પોલીસે તેની પૂછપરછ કરતા તેણ પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તેને પણ સયાજી હોસ્પિટલમાં એડમીટ કરાયો હતો. ત્યારે ચેતન સોની ભાનમાં આવતા પોલીસે નિવેદન લીધુ હતું. જેમાં તેણે ત્રણ વ્યાજખોર પાસેથી 7થી 8 રૂપિયા લેવાના બાકી હતી. વ્યાજખોરો તેની પાસેથી રૂપિયા માટે પઠાણી ઉઘરાણી કરતા હતા. જેથી આર્થિક સંકળામણમાં આવી શેરડીમાં રસ ભેળવી પરિવારને પીડાવ્યો હોવાની કબૂલાત કરી છે. ત્યારે તરસાલી ડબલ મર્ડર કેસમાં આગામી દિવસોમાં વ્યોજખોરોની નવો વળાંક આવે તો તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
વડોદરા : વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી પરિવારને ઝેર પીવડાવ્યું હોવાનું ચેતન સોનીનું રટણ
By
Posted on