કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તા કામગીરીનું પરિણામ
ચોમાસા દરમિયાન શહેરની શું હાલત થશે એ ભગવાન જાણે
વડોદરા: શહેરમાં વરસાદ દરમિયાન ઠીક ઠેકાણે ભુવા પડી જવા તેમજ રોડ બેસી જવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ચોમાસા દરમિયાન શહેરની શું દૂર દશા સાથે એ ભગવાન જાણે.

શહેરના વોર્ડ નંબર 13ના વિસ્તારમાં ગેસ લાઇનના કામને કારણે રસ્તા અને ફૂટપાથની લેવલિંગમાં ખામી રહી ગયેલી છે, જેના કારણે માત્ર એક દિવસના વરસાદથી જ ઠેર ઠેર ભૂવા પડી ગયા છે. આ સમસ્યા દુકાનદારો અને સ્થાનિકો માટે મોટી મુશ્કેલી બની ગઈ છે.
વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર બાલુ સુર્વેએ આ બાબતને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે, ગેસ લાઇનના કામ દરમિયાન જ કોન્ટ્રાક્ટરો દ્વારા કરાયેલા કામ બાબતે લેવલિંગની ખામી વિશે જાણ કરી હતી, પરંતુ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી લેવામાં આવી નથી.
વિસ્તારના દુકાનદારો અને રહીશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રસ્તા અને ફૂટપાથની લેવલિંગ યોગ્ય રીતે થઈ ન થઈ હોવાથી, વરસાદ પડતાં જ ઠેર ઠેર ભૂવા બની ગયા છે. કેટલાક દુકાનદારોએ પોતાના ખર્ચે સ્થળનું સમારકામ કરાવવું પડ્યું છે. કોર્પોરેશન તરફથી કોન્ટ્રાક્ટરો ને કોઈ નોટિસ અથવા કાર્યવાહી લેવામાં આવી નથી.
આ ઘટના પછી, શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેસ લાઇન અને અન્ય સેવાઓના કામ દરમિયાન ગુણવત્તા અને સમારકામના માપદંડો પર સવાલો ઊભા થયા છે. ચોમાસા દરમિયાન આવી સમસ્યાઓ વધી જવાથી નાગરિકો અને વ્યવસાયીઓ ચિંતિત છે.
વિસ્તારના રહીશો અને દુકાનદારો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને ઝટપટ સમારકામ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી લેવાની માંગ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન આવી સમસ્યાઓ ફરી થતી અટકાવવા માટે સ્થાનિક સ્તરે વધુ ચોકસાઈ અને સમારકામની માંગ કરવામાં આવી છે.