Vadodara

વડોદરા: વોર્ડ -13 માં બકરાવાડી સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની અછતનો વિરોધ કરવા નાગરિકો એકઠા થયા

વડોદરા વોર્ડ 13 માં પીવાના પાણીની તંગી સામે સ્થાનિકોનો વિરોધ

સ્થાનિક કાઉન્સિલરની ગાંધીજીના માર્ગે આંદોલનની ચીમકી

ઉનાળો શરૂ થતાં જ, વડોદરા શહેર પહેલાથી જ પીવાના પાણીની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યું છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે વોર્ડ 13 માં બકરાવાડી સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની અછતનો વિરોધ કરવા નાગરિકો એકઠા થયા હતા.

પ્રદર્શન કરનારાઓએ પીવાના પાણીની મૂળભૂત જરૂરિયાત પૂરી પાડવામાં વહીવટીતંત્રની નિષ્ફળતા પર નિરાશા અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ અછતને કારણે રોજિંદા જીવન પર અસર પડી છે, રહેવાસીઓ સ્વચ્છ પીવાના પાણી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે .
પાલિકા સ્માર્ટ સિટી ની વાત કરે છે, પરંતુ સ્માર્ટ સિટીમાં પ્રાથમિક સુવિધાથી નાગરિકો વંચિત છે. રોડ,રસ્તા,પીવાની પાણી સમસ્યા છે. શહેરનો એક વિસ્તાર એવો નથી કે જ્યાં ચોખ્ખું પીવાનું પાણી મળતું હોય. જોકે નાગરિકોને પાણીના જગ મંગાવવાનો વારો પણ આવ્યો છે.

વોર્ડ નંબર 13 સમાવિષ્ટ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા વારંવાર પાલિકામાં તથા પાણી પુરવઠામાં રજૂઆત કરવામાં આવી છે. પણ છ મહિના સુધી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેને લઈને સ્થાનિકો એકત્રિત થયા અને સૂત્ર ઉચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. વોર્ડ નંબર 13 માં તમામ વિસ્તારોમાં છેલ્લા કેટલા સમયથી ગંદા દૂષિત પાણીને સમસ્યા લઈને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વોર્ડ નંબર 13 ના વિસ્તારમાં ત્રણ ભાજપના કાઉન્સિલર અને એક કોંગ્રેસના કાઉન્સિલર છે.

કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વેએ કહ્યું કે વિસ્તારના લોકોને પાણી ઉકાળીને પીવું પડે છે. જેમાં ગેસનો પણ વપરાશ થાય છે અને અમુક ઘરોમાં તો બહારથી વેચાતા પીવાના પાણીના જગો પણ મંગાવવા પડે છે. ગંદુ અને દુષિત પાણી પીવું પડશે તો લોકો બીમાર પણ પડી રહે છે. જેને લઈને સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. જો વહેલી તકે શુદ્ધ અને ચોખ્ખું પાણી પીવા લાયક નહીં મળે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે માર્ગે આંદોલન કરવામાં આવશે.

Most Popular

To Top