Vadodara

વડોદરા : વોર્ડ નં.2 ન્યુ સમા રોડ પર રસ્તાનું કામ પૂર્ણ થયા છતાં ખાડાનું પુરાણ કરાયું નહીં


થોડા દિવસ અગાઉ એક બાળક ખાડામાં પડીને ઘાયલ પણ થયો હતો

વડોદરા શહેરના વોર્ડ નં બે ન્યુ સમા રોડ પર વરિયા સોસાયટી અને અરવિંદ સોસાયટીના રહેવાસીઓ રસ્તાનું કામ પૂર્ણ થયા છતાં પણ ખાડા ન ભરવાને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લા દસ દિવસ થી ખાડાનું પુરાણ ના કરતા સ્થાનિકો માટે આ મુદ્દો ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને એક બાળક ખાડામાં પડીને ઘાયલ પણ થયા પછી કોઈ કાર્યવાહી નથી કરાઈ જેના કારણે સ્થાનિકો માં રોષ જોવા મળ્યો છે.

અધિકારીઓને વારંવાર ફરિયાદો કરવા છતાં, આ મુદ્દો ઉકેલાયો નથી, જેના કારણે શહેરની સ્માર્ટ સિસ્ટમ સામે ગંભીર આક્ષેપો થયા છે. લોકોએ સમસ્યાનું નિરાકરણ લાવવામાં સિસ્ટમની બિનકાર્યક્ષમતાની ટીકા કરી છે.

દસ દિવસથી દૂષિત પાણીના મુદ્દે મુખ્ય માર્ગ ઉપર ખાડો ખોદી રીપેરીંગ કરવાનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ તે કામ પત્યા બાદ યોગ્ય રીતે ખાડાનું પુરાણ ના કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ ઘટના વડોદરાની સ્માર્ટ સિટી પર પ્રશ્નો ઉભા કરે છે, જેનો હેતુ કાર્યક્ષમ શહેરી માળખાગત સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવાનો છે. શહેર સ્માર્ટ શહેરી આયોજન માટે એક મોડેલ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે આવી ઘટનાઓ અધિકારીઓ તરફથી વધુ જવાબદારી અને પ્રતિભાવની જરૂરિયાતને ઉજાગર કરે છે.

Most Popular

To Top