Vadodara

વડોદરા: વોર્ડ નં.૧૪માં પ્રતાપ સિનેમાથી લહેરીપુરા, મંગલ બજાર ફરતેના દબાણો દૂર કરાયા..

વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમે વોર્ડ નં.14 ને સાથે રાખી પ્રતાપ સિનેમા થી લહેરીપુરા, મંગળબજાર ફરતે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી

દબાણો હટાવ્યા બાદ ફરીથી પરિસ્થિતિ જૈસે થે ની જોવા મળતી હોય છે આ વિસ્તારમાં દબાણોનો કાયમી નિકાલ ન આવતા ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે

આગામી સમયમાં તહેવારો આવી રહ્યાં છે ત્યારે અહીં દબાણોની ભરમારથી ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બનશે.

આજરોજ શહેરના હાર્દ સમાન અને શહેરની મધ્યમાં આવેલા મુખ્ય બજાર વિસ્તાર એવા પ્રતાપ સિનેમાથી લહેરીપુરા, મંગળબજાર વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ દ્વારા વોર્ડ નં 14ના સ્ટાફ સાથે રાખી નાના મોટા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જેના પગલે પથારાવાળાઓ, હંગામી સ્ટોલ ધારકો, લારીઓ વાળાઓમા નાસભાગ મચી જવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ શહેરના લહેરીપુરા, મંગળબજાર, પ્રતાપ સિનેમા રોડપર કાયમી લારીઓ, પથારાવાળાઓ, હંગામી સ્ટોલ બનાવી નાના નાના ધંધાદારીઓ દ્વારા દબાણ કરવામાં આવે છે જેના કારણે શહેરના ચારદરવાજા વિસ્તાર સુધી ટ્રાફિકની સમસ્યા ખૂબ વિકટ બનતી જાય છે. અહીં ટ્રાફિકની સમસ્યા એટલી હદે વિકટ બની છે કે ઇમરજન્સી વાહનો 108 એમ્બયુલન્સ, ફાયરબ્રિગેડના વાહનોને પણ ખૂબ તકલીફ પડે છે. પાલિકાના દબાણ શાખા દ્વારા દબાણો દૂર કર્યા બાદ એકાદ કલાકમાં ફરીથી પરિસ્થિતિ જૈસે થે ની જોવા મળે છે તંત્ર પાસે કાયમી કોઇ નિરાકરણ નથી અથવાતો અહીં હપ્તારાજ એટલું તો ફૂલ્યુફાલ્યુ છે કે જેના કારણે અહીં કાયમી દબાણોથી ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે ખૂબ વિકટ બની છે. આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યાં છે ત્યારે હજી વધુ ટ્રાફિક સમસ્યાઓ જોવા મળે તો નવાઇ નહીં.
અહીં અગાઉ તથા હાલમાં પણ વસૂલી ,ગેરકાયદેસર પથારાવાળાઓ, લારીઓ, હંગામી સ્ટોલ ધારકો પાસેથી ગેરકાયદેસર હપ્તા વસૂલી કેટલાક માથાભારે તત્વો તેઓને રક્ષણ આપે છે બેસવાની જગ્યા આપે છે સાથે જ સૂત્રોના જણાવ્યા અનુસાર અહીં કેટલાક પાલિકાના તથા પોલીસના ભ્રષ્ટ અધિકારીઓ ને નિયત કરેલા લારીધારકો એરિયા પ્રમાણે નાના દબાણકર્તા વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવી દર મહિને હપ્તા પહોંચાડે છે જેના બદલામાં અહીં ગેરકાયદેસર રીતે લારીઓ, પથારાઓ, હંગામી સ્ટોલ લગાવી નાના લોકો નાનો મોટો વેપાર કરી દબાણો કરે છે જેથી અહીં રોડપર વાહનદારીઓ સહિત સ્થાનિક રહેણાંક ધરાવતા લોકોને ખૂબ જ હાલાકી ઉઠાવવાનો વારો આવે છે.

Most Popular

To Top