Vadodara

વડોદરા: વોર્ડ નંબર 13 સહિતના વિસ્તારમાંથી દબાણો દૂર કરાયા


સાયકલ બજારમાંથી દબાણ શાખાની ટીમ ખાલી હાથે પાછી ફરી


શહેરમાં દબાણ શાખા ની નામ પૂરતી કરાતી કામગીરીમાં આજે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી જયરત્ન ચાર રસ્તા તથા પથ્થરગેટથી શહીદ ભગતસિંહ ચોક દુધવાલા મહોલ્લા સુધી દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી. હંગામી લારી ગલ્લા અને રોડ પર મૂકેલી સાયકલ જમા લેવાઇ હતી. કામગીરી દરમિયાન પોલીસ, એસ.આર.પીની ટુકડી દબાણ શાખા અને વોર્ડની ટીમ જોડાઈ હતી.


વડોદરા શહેરમાં વહીવટી તંત્ર અને શાસકો સ્ટ્રીટ વેન્ડર પોલીસીનું અમલીકરણ કરતા નથી. લોકોની રોજી રોટી પણ મહત્વની છે અને શહેરના રસ્તાઓ ખુલ્લા રહે વાહન ચાલકો રાહદારીઓને મુશ્કેલી ન પડે તે પણ જરૂરી છે પણ આ માટે વચગાળાનો માર્ગ કરી કોઈની રોજી રોટી પણ ન છીનવાય અને રસ્તા પણ ખુલ્લા રહે તેવી કામગીરી આયોજન કરાતું નથી. જેથી અવારનવાર લારી ગલ્લા ધારકો તથા દબાણ શાખા વચ્ચે ઘર્ષણ સર્જાય છે અને દબાણ દૂર કરવાની કામગીરી અસરકારક થતી નથી.
જો યોગ્ય આયોજન સાથે લાંબા ગાળાનું આયોજન થાય તો દબાણ શાખાની જરૂર જ ન રહે પણ આવું થતું નથી.

છેલ્લા ઘણા વખતથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે કેટલાક દિવસોમાં દબાણ શાખાની ટીમ જે તે વિસ્તારમાં દબાણ હટાવવા માટે પહોંચે તે પહેલા દબાણ કરતા જાતેજ દબાણ દૂર કરી દેતા હોય છે
તેમ આજે પણ દબાણ શાખાની ટીમ જેતે વિસ્તારમાં દબાણ હટાવવા જાય ત્યાં પહેલાથી દબાણો દૂર થઈ ગયા હતા અને સાયકલ બજાર માંથી પાલિકાની ટીમ ખાલી હાથે પછી ફરી હતી. ત્યારે દૂધવાળા મહોલ્લામાંથી એક બે લારી કબ્જે કરી સંતોષ માનવો પડ્યો હતો.

Most Popular

To Top