વેમાલી ગામમાં રહેતા ત્રણથી ચાર મિત્રો ત્યાંથી પસાર થતી કેનાલ પાસે ગયા હતા. દરમ્યાન 12 વર્ષીય બાળક હાથ પગ ધોવા માટે કેનાલમાં ઉતર્યો હતો. દરમ્યાન તેનો પગ લપસી જતા પાણીમાં ડૂબી ગયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા બે દિવસથી બાળકની લાશને પાણીમાં શોધવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી મળી આવી નથી.
વડોદરા શહેર નજીક વેમાલી ગામમાંથી પસાર થતી કેનાલ પાસે ત્યાં આસપાસમાં રહેતા ત્રણ ચાર બાળકો પાંચ જાન્યુઆરીના રોજ સાંજના સમયે ગયા હતા. દરમિયાન ત્રણ પૈકી એક 12 વર્ષીય બાળક કેનાલમાં હાથ પગ ધોવા માટે ઉતર્યો હતો તે દરમિયાન તેનો પગ લપસી જતા બાળક કેનાલના પાણીમાં પડ્યો હતો અને ડૂબી ગયો હતો. બાળક સાથે આવેલા અન્ય બાળકો ગભરાઈ ગયા હતા અને ત્યાંથી પસાર થઈ રહેલા નાગરિક ને જાણ કરી હતી. જેથી તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ટીમના જવાનો વેમાલી કેનાલ ખાતે દોડી આવ્યા હતા. અને બાળકની મોડી રાત સુધી શોધખોળ કરી હતી પરંતુ બાળકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી ફાયર બ્રિગેડ આજે સવારે પણ બાળકની પાણીમાં શોધખોળ શરૂ કરી છે પરંતુ હજુ સુધી તેનો મૃતદેહ મળી આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પાણીનો પ્રવાહ વધારે હોવાથી બાળકની લાશ તણાઈને આગળ નીકળી ગઈ હોય તેવું સ્થાનિક લોકોમાંથી જાણવા મળી રહ્યું છે.
વડોદરા : વેમાલીની કેનાલમાં પગ લપસી જતા 12 વર્ષીય બાળક ડૂબ્યો, બે દિવસ થયા છતાં હજુ મૃતદેહ મળ્યો નથી
By
Posted on