પ્રતિનિધિ વડોદરા તા.15
આજવા રોડ પર રહેતા વૃદ્ધ રિક્ષા ચાલક દુકાને બીડી લેવા ગયા હતા ત્યારે પેસેન્જર તરીકે બેઠેલો ચોર રિક્ષા લઇને રફુચક્કર થઇ ગયો હતો. વૃદ્ધે પુત્ર સાથે મળીને શોધખોળ કરી હોવા છતાં ચાલક અને રિક્ષા મળી આવી ન હતી. જેથી વૃદ્ધે બાપોદ પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરાના આજવા રોડ પર ગાયત્રીપાર્ક સોસાયટીમાં રહેતા હીંમતભાઈ મોતીભાઈ (ઉં,વ. 63) રિક્ષા ચાલવી ગુજરાન ચલાવે છે. 8 જુલાઇએ ઘરેથી રીક્ષા લઈને ધંધો કરવા માટે નીકળ્યા હતા અને સાંજના 6 વાગે બાપા સીતારામનગરની બાજુમા રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન એક શખ્સને હાથ ઉચો કરીને તેમને ઉભા રખાવ્યા હતા અને તેણે ગજાદરા ગામે જવાનુ કહ્યું હતું. જેથી વૃદ્ધ ચાલકને તમને રિક્ષઆમાં બેસાડીને ગજાદરા ગામે લઇ ગયો હતો. ત્યા આ શખ્સ એક મકાનમાં જઇને પરત આવ્યો હતો ત્યારબાદતેમે વૃદ્ધ ચાલકને વાઘોડીયા ખાતે રીક્ષા લઈ લેવા કહ્યું હતું. જેથી ચાલક તેને વાઘોડિયા લઇ ગયો હતો ત્યારે તેણે એક દુકાનમાં દાઢી કરાવીને પરત રિક્ષા બેસી વડોદરા ખાતે પરત આવવા નીકળ્યા હતા. દરમિયાન રાત્રીના સમયે બાપા સીતારામનગર પહોંચ્યા હતા ત્યારે રાત્રીના આશરે નવ વાગ્યાના આસપાસ વૃદ્ધ ચાલક દુકાને બીડી લેવા માટે જઇ ગયા હતા. ત્યારે ભુલથી ચાવી રીક્ષામાં જ ગઇ હતી. દરમિયાન આ શખ્સ તેમની રિક્ષા ચાલુ કરીને રફુચક્કર થઇ ગયો હતો. વૃદ્ધે પોતાના પુત્રને રિક્ષાની ચોરી થઇ હોવાની વાત કરતા ત્યાં દોડી આવ્યા હતા ત્યારે બંને શોધખોળ કરવા છતાં નહી મળી આવતા મળી આવી ન હતી. જેથી આખરે વૃદ્ધે બાપોદ પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.