Vadodara

વડોદરા : વીસી અને સોસાયટી ફંડમાં રોકાણ કરવાના બહાને ચાર લોકો સાથે 12.20 લાખ પડાવ્યા

ફોન પર સંપર્ક કરતા સ્વીચ ઓફ તથા સલૂન ની દુકાન પર બંધ કરી દીધી, નિઝામપુરાના વેપારીએ ઠગ સામે ફરિયાદ નોંધાવી

રોકાણ કરશો તો વર્ષે દસથી પંદર હજાર રૂપિયાનો ફાયદો થશે તેમ કરી લલચાવ્યા
પ્રતિનિધિ વડોદરા તારીખ 31
હેર સલૂનનો ધંધો કરતા વેપારીએ વીસી અને સોસાયટી ફંડમાં રોકાણ કરવાના બહાને ચાર લોકો પાસેથી રૂ.12.20 લાખ પડાવી છેતરપિંડી આંચરી હતી. વેપારી સહિતના લોકોએ ઠગનો ફોન પર સંપર્ક કરતા બંધ આવતો હતો. જેથી તપાસ કરતા સલૂનની દુકાન પણ બંધ કરી રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. વેપારીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ નગરમાં રહેતા નિકેશભાઈ ડુંગરભાઈ પરમાર હાઉસ કલીનીગ વસ્તુ સપ્લાયનો ધંધો કરે છે. દેવચન્દ્ર બાબુભાઈ વાળંદ છાણી જકાતનાકા પાસે ચોકલેટ સલૂનના નામથી હેર કટીંગની દુકાન ચલાવતા હોય અને વેપારી ત્યાં વાળ કપાવવા હોય છેલ્લા ચારેક વર્ષથી તેને ઓળખે છે. તેણે વીસી અને સોસાયટી ચલાવતા હોવાનું કહ્યું હતું અને તેની મોટોભાઈ ભાવીક બાબુભાઇ વાળંદ સોસાયટી માટે ફંડ ઉઘરાવી ઇન્વેસ્ટમેન્ટનુ કામ કરે છે. જેમાં તમે દર માસે રૂ.10 હજાર ભરશે અને બાર માસ સુધી રૂ.1.20 લાખ ભરશે તો દસથી પંદર હજારના વધારા સાથે આપવામાં આવશે. જેથી વેપારીએ ફેબ્રુઆરી-2022થી દર મહિને દેવેન્દ્ર વાળંદને સોસાયટી ફંડના ઈન્વેસ્ટ કરવા રોકડા તથા ઓનલાઈન માધ્યમથી નાણા આપવાનું ચાલુ કર્યું હતું. ત્યારબાદ દેવેન્દ્ર વાળંદે તેમને વીસીમાં પણ નાણા રોકવાનું કહેતા ડીસેમ્બર-2022થી વીસીમાં દર મહિને રૂ.18 હજાર ભરવાનુ ચાલુ કર્યું હતું. વેપારીએ ફેબ્રુઆરી-2022થી ડીસેમ્બર- 2023 સુધી સોસાયટી ફંડના તથા વી.સી.ના મળી રૂ.3.95 લાખ ઇન્વેસ્ટ કરવા આપ્યા હતા. તેમને નાણાની જરૂર પડતા 3 હજાર પરત આપ્યા હતા. ત્યારબાદ ફરીવાર તેની પાસે પૈસાની માંગણી કરવા ફોન કરતા બંધ આવતો હતો. ત્યારબાદ ડીસેમ્બર-2023માં દેવેન્દ્ર વાળંદ રૂપીયા લઈને પર હેર સલુનની દુકાન પણ બંધ કરી ફરાર થઈ ગયો હતો. જેથી વેપારીએ તપાસ કરતા દેવેન્દ્રવ વાળંદે વીસી તથા સોસાયટીના નામે ચાર લોકો પાસેથી રુ.12.20 લાખ પડાવી આજદિન સુધી પરત નહી આપી ઘર છોડી ભાગી ગયો હતો. જેથી દેવેન્દ્ર વાળંદ સામે ઠગાઈની ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Most Popular

To Top