Vadodara

વડોદરા : વીજ ચોરો સામે કડક કાર્યવાહી,60 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ

માંડવી,પાણીગેટ અને વાડી સબ ડિવિઝનના વિસ્તારમાં દરોડા પાડયા :

1222 વીજ કનેક્શન ચકાસાયા જેમાંથી 51 કનેક્શનોમાં વીજ ચોરી ઝડપાઈ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.30

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ચેકિંગ સ્ક્વોડ દ્વારા વડોદરા શહેરના બરોડા સિટી સર્કલ હેઠળ આવતા વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડીને વીજ ચોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડામાં માંડવી, પાણીગેટ અને વાડી સબ ડિવિઝનના વિસ્તારો દૂધવાલા મહોલ્લો,ચુડીવાલીગલી,છીપવાડ ભદ્ર કચેરી ,સરસ્યા તળાવ,યાકુતપુરા, શેખ ફરીદ મોહલ્લા, અજબડી મીલ, હજરત એપારમેન્ટ, જુનીગઢી, મોગલવાડા, મટન માર્કેટ , કહાર‌ મોહલ્લા, નિસારબાપૂ પાર્ક, મેમણ કોલોની,સ્લમકવોટર્સ, જહાંગીરપુરા, ગોયગેટ, વી.એસ.યુ.પી. આવાસ સોમા તળાવ પાસે, મહાવત ફળિયું, પંજરીગર મહોલ્લો, ગેંડા ફળિયું, રાવત શેરી, અલીફ નગર, હાથી ખાના, નવાપૂરા, મહબૂબપુરા, ખારવા વાડ, કહાર મહોલ્લો, અને કેવડા બાગ જેવા વિસ્તારોમાં કુલ 1222 વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા.

આ કામગીરી દરમિયાન કુલ 51 વીજ ચોરીના કેસ ઝડપાયા હતા. આ તમામ કેસમાંથી અંદાજિત 60 લાખ રૂપિયાનુ પુરવણી બીલ બનશે તેવું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે આજ મહિનામાં એમજીવીસીએલ દ્વારા ફરી સપાટો બોલાવવામાં આવ્યો હતો. અગાઉ પણ તા.23 જાન્યુઆરીના રોજ બરાનપુરા, વાડી, અને માંડવી સબ ડિવિઝનના જહાંગીરપુરા, ગોયગેટ, વી.એસ.યુ.પી. આવાસ સોમા તળાવ પાસે, મહાવત ફળિયું, પંજરીગર મહોલ્લો, ગેંડા ફળિયું, રાવત શેરી, અલીફ નગર, હાથી ખાના, નવાપૂરા, મહબૂબપુરા, ખારવા વાડ, કહાર મહોલ્લો, અને કેવડાબાગ જેવા વિસ્તારોમાં કુલ 290 વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 19 વીજ ચોરીના કેસ અને 8 ગેરરીતિના કેસ ઝડપાયા હતા. આ તમામ કેસમાંથી અંદાજિત 8.25 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હતી. એટલે જાન્યુઆરી મહિનામાં જ કુલ મળીને અંદાજીત વીજ કંપનીએ 68 લાખથી વધુની વીજ ચોરી ઝડપી પાડી હતી.

Most Popular

To Top