365 વીજ જોડાણની તપાસમાં 39માં વીજ ચોરી અને 7 માં ગેરરીતિ મળી આવી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.25
જીયુવીએનએલ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. સિટી સર્કલ હેઠળ આવતા વિશ્વામિત્ર ઈસ્ટ વિભાગીય કચેરી ના પાણીગેટ વિસ્તારોમાં વીજ ચેકીંગ કરતા 39 વીજ જોડાણમાં વીજ ચોરીના અને 7 કિસ્સામાં ગેરરીતિ ના કેસ ઝડપાયા હતા. આ તમામ કેસમાંથી અંદાજિત 42.6.લાખની વીજ ચોરી ઝડપાઈ હતી.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની ચેકિંગ સ્ક્વોડ દ્વારા વડોદરા શહેરના સિટી સર્કલ હેઠળ આવતા વિશ્વામિત્ર ઈસ્ટ વિભાગીય કચેરી ના પાણીગેટ વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડીને વીજ ચોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડામાં પાણીગેટ સબ ડિવિઝનના ભદ્રકચેરી, રાજારાણી તળાવ, યાકુતપુરા, શેખ ફરીદ મોહલ્લા, ઇકરા ફલેટ , કહાર મોહલ્લા, બાવામાનપુરા ,મદાર મોહલ્લા, અજબડીમીલ, હજરત એપાર્ટમેન્ટ જેવા વિસ્તારોમાં કુલ 356 વીજ જોડાણની તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ 39 વીજ જોડાણમાં વીજ ચોરીના અને 7 કિસ્સામાં ગેરરીતિ ના કેસ ઝડપાયા હતા. આ તમામ કેસમાંથી અંદાજિત 42.6.લાખ રૂપિયાનુ પુરવણી બીલ બનશે તેવું જાણવા મળે છે.
