Vadodara

વડોદરા : વિસર્જિત થયેલી શ્રીજીની પ્રતિમાઓને ફરી વિસર્જન કરવી પડી…

વોર્ડ 10ના કોર્પોરેટરે પ્રતિમાઓને લાવી નવલખી તળાવ ખાતે કર્યું વિસર્જન :

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 ના કોર્પોરેટરે કૃત્રિમ તળાવમાં વિસર્જિત નહીં થયેલી પ્રતિમાઓને એકત્ર કરી નવલખી કુત્રિમ તળાવ ખાતે ફરીથી વિસર્જિત કરી હતી.

વડોદરા શહેરમાં હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાભી ભક્તો દ્વારા પાંચ દિવસના શ્રીજીની પ્રતિમાઓનું કોર્પોરેશન દ્વારા બનાવાયેલા તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. પરંતુ કેટલીક પ્રતિમાઓ પીઓપીની હોય જે સંપૂર્ણ રીતે વિસર્જિત નહીં થતા વોર્ડ નંબર 10 ના કોર્પોરેટરે પોતાના વિસ્તારમાં બનાવાયેલા કુત્રિમ તળાવમાં આશરે 2000 જેટલી પ્રતિમાઓને એકત્ર કરી શહેરના નવલખી કુત્રિમ તળાવ ખાતે ફરીથી વિસર્જન કરી હતી. વોર્ડ 10ના કોર્પોરેટર નિતીન ડોંગાએ જણાવ્યું હતું કે, અમે કુત્રિમ તળાવ બનાવ્યું છે. એની અંદર માટીની તો પ્રતિમા હોય છે, તે ઓગળી જાય છે. પરંતુ, જે પીઓપીની પ્રતિમાઓ છે તે ઓગળે નહિ એટલા માટે ત્યાંથી લઈને આવીને અમે નવલખીના કોર્પોરેશન નું જે તળાવ બનાવાયેલું છે. ત્યાં વિસર્જિત કરીએ છીએ ગઈકાલે અમારે ત્યાં લગભગ 3,800 જેટલી પ્રતિમા આવી હતી. એમાંથી માટેની કેટલી હશે તો અંદાજ નહીં આવે, છતાં પણ લગભગ પીઓપીની 2 હજાર જેટલી પ્રતિમા અમારે ત્યાં આવી હતી. તે વિસર્જિત કરવી પડશે. લોકોને ફરી એક વખત કહું છું કે, પીઓપીની જે પ્રતિમાઓ છે એ ન વાપરવી જોઈએ તેમ જણાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top