Vadodara

વડોદરા: વિસર્જન બાદ પોલીસ આરામ ફરમાવતી રહી અને મોબાઈલના શોરૂમમાંથી 30થી 35 લાખના મુદ્દામાલની ચોરી

પ્રતિનિધિ વડોદરા તા 19

વડોદરા શહેરની મનીષા ચોકડી પાસે આવેલા મોબાઈલ ના શોરૂમમાં તસ્કરો ત્રાટક્યા હતા. સીસીટીવી કેમેરા ફેરવી દીધા બાદ વિવિધ કંપનીઓના મોબાઈલો તથા સ્માર્ટ વોચ સહિતનો સામાન મળી 30 થી 35 લાખના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે દોડી આવી સીસીટીવી ફૂટેજ ના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
તસ્કરોએ જાણે સમગ્ર શહેરને બાનમાં લીધું હોય તેમ વિવિધ વિસ્તારોમાં આવેલા મકાનો તથા મોબાઇલ શો રૂમ અને નિશાન બિન્દાસ રીતે બનાવી રહ્યા છે. પોલીસ પેટ્રોલિંગ માત્ર નામ પૂરતું સાબિત થઈ રહ્યું છે. ગણેશ વિસર્જન બાદ પોલીસ થાક ઉતારવા આરામ કરતી રહી અને મનીષા ચોકડી પાસે આવેલા મારવન્સ મોબાઈલ શોરૂમમાં તસ્કરો ત્રાટક્યા હતા અને શોરૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરા ફેરવી દીધા બાદ વિવિધ કંપનીઓના 30 થી 35 લાખના મોબાઈલ અને સ્માર્ટ વોચ સહિતનો મુદ્દા માલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે શોરૂમના માલિકને ચોરી બાબતે જાણ થતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને અંદર ચેક કરતા મોબાઈલો સ્માર્ટ વોચ સહિતનો સામાન ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. શોરૂમના માલિકે જાણ કરતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગણેશ વિસર્જનના બંદોબસ્ત બાદ પોલીસ આરામ ફરમાવતી હતી તે દરમિયાન જ તસ્કરોએ એક મોટી ચોરીને અંજામ આપી ખુલ્લો પડકાર ફેંક્યો છે.

Most Popular

To Top