Vadodara

વડોદરા : વિશ્વામિત્રી નદીને પહોળી કરવાની ચાલી રહેલી કામગીરી પાસેજ મગરોનું ટોળું

જીવદયા પ્રેમીઓની રેકી કર્યા બાદ પાલિકાની કામગીરી

વિશ્વામિત્રી નદીમાં રહેલા મગર સહિતના જળચર જીવોને કોઈ નુકસાન ન થાય તે માટે જીવદયા પ્રેમીઓની પણ નિમણૂક કરવામાં આવેલી છે

( પ્રતિનિધિ )વડોદરા,તા.26

વિશ્વામિત્રી નદીમાં પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યા મગર નો વસવાટ હોય અને ત્યાં જો કોઈ હલચલ થાય તો મગર તુરંત એકટીવ થાય છે. ત્યારે વિશ્ર્વામિત્રી નદી ને પહોળી કરવાની કામગીરી જ્યાં ચાલી રહી છે તેની નજીકમાં મગરોનુ ટોળુ જોવા મળ્યું હતું.

વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા માટે પાલિકાએ તે જ ગતિએ કામગીરી હાથ ધરી છે. ચાર ઝોનમાં ભાગ પાડીને વિશ્વામિત્રી નદીની સાફ સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વિશ્વામિત્રી નદીમાં રહેલા મગર સહિતના જળચર જીવોને કોઈ નુકસાન ન થાય તે માટે જીવદયા પ્રેમીઓની પણ નિમણૂક કરવામાં આવેલી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા 18 હજાર રૂપિયા જેટલું મહેનતાણું પણ નક્કી કરવામાં આવેલું છે આ તમામ જીવદયા પ્રેમીઓ કામગીરી ટાણે રેકી કરે છે. બાસ્કીંગ દરમિયાન મગરો બહાર આવતા હોય છે તાપ મેળવતા હોય છે. આજે ઝોન 2 માં જીવ દયા પ્રેમીઓને બે સાપ જોવા મળ્યા હતા. જેમાંથી એક પકડવામાં આવ્યો અને એક ભાગી ગયો હતો અને આ જ ઝોનમાં 10 જેટલા મગરો જોવા મળ્યા હતા. કામગીરી જ્યારે શરૂ થતી હોય છે. ત્યારે મગરો સામેની બાજુએ જતા રહેતા હોય છે. કામગીરી બંધ થાય એટલે મગર પરત આવતા હોય છે. વધુમાં જીવદયા પ્રેમી જયેશ પટેલે જણાવ્યું હતું કે, આજે કામગીરી શરૂ થઈ છે. એ આવકાર્ય છે. તમામ એનજીઓ પણ પાલિકાની સાથે કામમાં જોડાયા છે. આગામી 90 દિવસની અંદર વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત વર્ષે જે પૂરની પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડ્યો હતો. ત્યારે હવે આ વખતે પાલિકા દ્વારા જે એડવાન્સમાં કામગીરી શરૂ કરી છે કે આવનારું જે ચોમાસુ છે એટલું સારી રીતે રહે કોઈને નુકસાન કે તકલીફ ન પડે. કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓની માર્ગદર્શન આ કામગીરી ચાલી રહી છે. ત્યારે આ દરમિયાન જે જળચર જીવો છે તેમને બચાવી શકાય તે માટે પણ અમને સાથે રાખવામાં આવેલા છે. એક તરફ જોવા જઈએ તો મગરને બદનામ કરવામાં આવ્યા છે, પણ મગરો બદનામ નથી. ખૂબ જ સારા છે અને જ્યારે પણ એ બહાર આવી જાય છે પાણીના કારણે તેને સુરક્ષિત રીતે આપણે એને પરત પાણીમાં લઈ જતા હોઈએ છીએ. અમારો ઝોન બે વિસ્તાર છે. કોટડા કોટણા થી તમારો ઝોન શરૂ થાય છે. સવારે અમે આવી જઈએ છીએ. અમે રેકી કરીને પાલિકાની ટીમને જણાવી દઈએ છીએ. જ્યાં જ્યાં મગરો સાપ જે બહાર નીકળતા હોય છે. તડકો લેવા માટે તે દરમિયાન કામગીરી સવારે ચાલુ થાય છે તો અમે વહેલા આવી જઈએ છીએ. આજે બે સાપને પકડ્યા હતા એક જતો રહ્યો હતો. જે કામગીરી ચાલુ થઈ છે. ત્યાં જ 10 મગર છે, પણ મગરો કોઈને હેરાન કરતા નથી. કામગીરી શરૂ થાય એટલે મગર આપોઆપ બીજે જતા રહે છે. પણ જ્યારે પાણીમાં કોઈ બીજી હરકત થતી હોય ત્યારે મગરને એવું લાગે છે કે અમારી જગ્યામાં કોઈ બીજું પ્રવેશી રહ્યું છે. જેથી કરીને ઘણી વખત વગર હુમલા કરતા હોય છે. જેથી કરીને કાળજી રાખીને આ કામગીરી કરવામાં આવી રહી છે.

Most Popular

To Top