Vadodara

વડોદરા : વિશ્વામિત્રીના જળ સ્તરમાં સતત વધારો ચિંતાનો વિષય બન્યો,આજવા ડેમના દરવાજા બંધ કરાયા

ગતરોજ સાંજે 29.4 ફૂટે વિશ્વામિત્રીની સપાટી પહોંચી હતી :

પરિસ્થિતિ જોઈને પછી આગળ ડેમને ઓપરેટ કરવામાં આવશે : મ્યુ.કમિશ્નર

( પ્રતિનિધિ ) વડોદરા,તા.26

વડોદરા અને ઉપરવાસમાં હાલ વરસાદ નથી. જોકે આજવા ડેમમાંથી પાણી છોડાયું અને આજુબાજુના જે તળાવ છે તેમાંથી પણ થઈને વિશ્વામિત્રીમાં પાણી આવતા વિશ્વામિત્રીનું જળસ્તર સતત વધી રહ્યું છે. જે ચિંતાનો વિષય બનતા પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ આજવા ડેમને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકથી વડોદરામાં વરસાદ નથી, પણ આજવા ડેમમાંથી પણ પાણી છોડાયું છે આજુબાજુના જે તળાવો છે. તેમાંથી ઓવરફ્લો થઈને વિશ્વામિત્રીમાં પાણી આવી રહ્યા છે જેના કારણે વિશ્વામિત્રીનું સ્તર સતત વધતું જ રહ્યું છે. જ્યારે વરસાદ બંધ થયો. ત્યારે 23-24 ફૂટ હતું. ત્યારે અત્યારે 29 ફૂટ ઉપર ગુરુવારે સાંજ સુધી હતી.

છેલ્લા 24 કલાકમાં વરસાદ ઉપરવાસમાં પણ નથી, વડોદરામાં પણ નથી. પણ 29 ફૂટનું જળ સ્તર સચવાઈ રહ્યું છે, એના કારણે થઈને અમે હવે ઉપરવાસમાં વરસાદ નથી એટલે ડેમ બંધ કરવાનો નિર્ણય લીધો છે, અને એના કારણે પાણીનું સ્તર ઘટશે અને વિશ્વામિત્રીમાં ચોક્કસ ઘટાડો નોંધાશે. હાલ અત્યારે રાહતના સમાચાર એ છે કે, અમે મેજરમેન્ટ કરીએ છીએ તો 28.9 ફૂટ આવે છે. જ્યારે ગઈકાલે સાંજે 29.4 ફૂટ એટલે અડધા ફૂટનો ઘટાડો નિશ્ચિત નોંધાયો છે અને ખૂબ જ આવકારદાયક બાબત છે. આની માટે થઈને જ્યાં સુધી પૂરને લાગે વળગે નહીં. ત્યાં સુધી કારણ કે ડેન્જર માર્કની ઉપર ચાલે છે. 29 ફૂટ હતું એટલે અમે કાલાઘોડા બ્રિજ બધું બંધ કરાવ્યું હતું. જેમ જ્યારે 27 ફૂટની આજુબાજુ થશે એટલે રાબેતા મુજબ ચાલુ થશે અને અત્યારે હાલ પૂરતા ડેમના દરવાજા બંધ કર્યા છે. પરિસ્થિતિ જોઈને પછી આગળ એને ઓપરેટ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top