જીવદયા પ્રેમીઓ દ્વારા કમાટી બાગ ખાતે સોંપવામાં આવ્યા
ઈંડાઓનું સેવન કરીને તેમની સાર સંભાળ રાખવામાં આવશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.28
વડોદરા મહાનગરપાલિકાની ચાલી રહેલી વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મંગલ પાંડે રોડ ઉપરથી નદી કિનારેથી ટીટોડીના ઈંડા મળી આવ્યા હતા. જેને જીવદયા પ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ કરીને કમાટીબાગ ખાતે સુપ્રત કરવામાં આવ્યા છે જ્યાં ઈંડાઓને સેવન કરીને તેમની સાર સંભાળ રાખવામાં આવશે.

કારેલીબાગ વિશ્વામિત્રી નદી રાત્રી બજારના પાછળથી ટીટોડીના ઈંડા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ અંગે કમાટીબાગના ઝૂ કયુરેટર પ્રત્યુશ પાટણકરે જણાવ્યું હતું કે, ટીટોડી જેને ઈંગ્લીશમાં રેડ વેટર લેપવિંગ કહેવાય છે. વેડર એટલે કે જેમના લાંબા પગ હોય એને વેડર્સ કહેવાય આ વેડર પક્ષીઓ જે છે એ કોઈ પણ જળાશય અથવા તો પાણીના તળાવના કે નદીના કાંઠે વસતા જીવ છે. જે વિભિન્ન પ્રકારના કીટકોને ભક્ષણ કરી એના પણ નભતા હોય છે. ટીટોડી હંમેશા જમીન ઉપર માળા બનાવતી હોય છે અને એના ઈંડા એટલા બધા નિર્જીવ હોઈ શકે ઘણી બધી વખત કોતરો ઝાડીઓમાં જ્યારે એ માળો બનાવે ત્યારે નાના માટી,કાંકરા ભેગા કરી ઈંડા બનાવે છે અને એના ઈંડા સહેલાઈથી જોવા મળતા નથી. હાલ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીમાં જે એનજીઓને મૂક્યા છે. એ લોકો બહુ સારી રીતે કામગીરી કરી રહ્યા છે અને એ લોકોના એક ઓબ્ઝર્વેશનમાં ઈંડા મળી આવ્યા છે. આ પક્ષીઓ છે એ વિશ્વામિત્રીની કામગીરીમાં મશીનરીના કારણે માળા છોડીને જતી રહી છે. આ ઈંડા રેસ્ક્યુ કર્યા છે અને ઝૂ વિભાગમાં લાવવામાં આવ્યા છે. આપણી પાસે એક ઇનક્યૂબેટર છે આપણી ત્યાં પક્ષીઓના પ્રજનન માટે જે વિકસાવેલું છે. એમાં ઈંડા મૂકીને એનું આપણે સેવન કરીશું. આપણને સારું રિઝલ્ટ મળશે એનું તાપમાન બધું સેટ કરીશું. બચ્ચા આવ્યા બાદ મોટા થશે તો એને કુદરતી રીતે પરીપૂર્ણ સ્થાપન કુદરતી વાતાવરણમાં છોડી મુકવામાં આવશે.

