Vadodara

વડોદરા : વિવાદોના વંટોળમાં ઘેરાયેલી એમએસયુની આર્ટ્સ ફેકલ્ટીમાં મારામારી

વિદ્યાર્થિની બાબતે એક વિદ્યાર્થી પર પાંચ વિદ્યાર્થી તૂટી પડ્યા :

સિક્યુરિટી અને ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓને બોલાવી આગળની કાર્યવાહી હાથધરી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.22

એમ.એસ.યુનિવર્સિટી અનેક વખત વિવાદોના વંટોળમાં ઘેરાતી હોય છે. કેમ્પસમાં છાશવારે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોના વાહનો ચોરી થવાના બનાવો તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે બાખડવા સહિત છેડતીના બનાવ બનતા હોય છે, તેમ છતાં યુનિવર્સિટીના કેમ્પસમાં સુરક્ષાની જવાબદારી જેના માથે છે તે સિક્યુરિટી એજન્સીની કામગીરીમાં કોઈ સુધારો આવ્યો નથી. ત્યારે કામગીરીમાં બેદરકારી જોવા મળે છે. ત્યારે ફરી એક વખત યુનિવર્સીટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે મારામારીની ઘટના બની હતી.

એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે એક વિદ્યાર્થિનીની બાબતે મારામારી થઈ હતી. જેમાં એક વિદ્યાર્થી પર પાંચ થી છ જેટલા વિદ્યાર્થીઓ તૂટી પડ્યા હતા. જેથી વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. ફેકલ્ટીમાં મારામારીના દ્રશ્યો સર્જાતા સિક્યુરિટી અને ફેકલ્ટીના સત્તાધીશો સ્થળ પર દોડી ગયા હતા અને વિદ્યાર્થીઓને છૂટા પાડી મામલો થાડે પાડવાના પ્રયત્નો કર્યા હતા. મારનાર વિદ્યાર્થી ભાવીને જણાવ્યું હતું કે, એ છોકરી પહેલેથી મારી સાથે છે અને આણે કંઈ કીધું એટલે એની સાથે ગઈ અને એ પહેલા આણે એને ક્લોઝ થવાનો પ્રયત્ન કર્યો પણ એણે ના પાડી દીધી, પણ આ ખબર નહીં અને શું કીધું કે પછી બેવ ચીપકી જ ગયા, જોકે અંતે આ વિદ્યાર્થીએ કબૂલ્યું કે અમે એ વિદ્યાર્થીને માર માર્યો હતો. જ્યારે માર ખાનાર વિદ્યાર્થી યશે જણાવ્યું હતું કે, આ લોકો એકદમથી આવીને મને મારવા લાગ્યા, પહેલા તો મને ફેકલ્ટીમાંથી બહાર બોલાવ્યો, પણ મેં ના ગયો. જેથી તેઓ અંદર આવીને મને મારવા લાગ્યા, પાંચ છ જણા હતા અને આ ભાવીને મને ખૂબ લાતો મારી છે. અમે ચા પી રહ્યા હતા અને એકદમ થી આવીને મારવા લાગ્યા મને નથી ખબર શું કારણ છે. એને એકદમ થી ગુસ્સો આવ્યો અને મારવા લાગ્યો.

Most Popular

To Top