Vadodara

વડોદરા : વિવાદોના વંટોળમાં ઘેરાયેલા MSUના વી.સી વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું

વીસીની લાયકાત અંગે હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરાઈ હતી :

શરૂઆતથી જ વીસીનો વિરોધ કરતા પ્રોફેસરને મોટી સફળતા મળી હોવાની ચર્ચા :

( પ્રતિનિધિ )વડોદરા,તા.8

વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા યુનિવર્સિટીમાં શરૂઆતથી જ વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ વિવાદમાં જોવા મળ્યા હતા.યુનિવર્સિટીના જ પ્રોફેસર સતીશ પાઠકે તેમના વિરુદ્ધ હાઈકોર્ટમાં લાયકાત અંગે પિટિશન ફાઇલ કરી હતી. જેની સુનાવણી દરમિયાન વીસી ના રાજીનામાનો ઘટસ્ફોટ થયો હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર તરીકેનો પદ ભાર પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ સંભાળતા જ અનેક વિવાદો સામે આવ્યા હતા અને સતત વીસી વિવાદોમાં ઘેરાયેલા જોવા મળ્યા હતા લ. જ્યારે તેમની લાયકાત અંગે યુનિવર્સિટીના જ પ્રોફેસર સતીશ પાઠકે હાઇકોર્ટમાં તેમના વિરુદ્ધ પિટિશન દાખલ કરી હતી. જેમાં સુનવણી દરમિયાન વીસીના રાજીનામાનો ઘટસ્ફોટ થયો હોવાનું જાણવા મળ્યું છે. ફેબ્રુઆરીમાં વીસીનો કાર્યકાળ પૂર્ણ થવાનો હતો. પરંતુ, તે પહેલા જ રાજીનામું આપી દીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર એમ.એસ.યુનિવર્સિટીના વીસીની નિમણૂકને યુનિવર્સિટીના જ પ્રોફેસર સતીશ પાઠકે હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો. વીસી વિજય કુમાર શ્રીવાસ્તવની નિમણૂક નિયમો વિરુદ્ધ હોવાની હોવાથી રદ કરવાની દાદ માંગી હતી. સર્ચ કમિટી UGC ના નિયમો મુજબ ન હોવાની અને વીસી વિજયકુમાર શ્રીવાસ્તવ પાસે પૂરતી યોગ્યતા પણ ન હોવાની અરજદારે દલીલ કરી હતી. હાલ યુનિવર્સિટીના વીસી વિજયકુમાર શ્રીવાસ્તવ્ય રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળ્યું છે અને આ વાત કોર્ટમાં સુનવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે બીજી તરફ યુનિવર્સિટીમાં વીસીની વિરુદ્ધની લોબીમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. ત્યારે હવે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને નવા વાઈસ ચાન્સેલર મળશે.

Most Popular

To Top