Vadodara

વડોદરા : વિવાદિત પૂર્વ વીસી ગયા બાદ તંત્ર જાગ્યું,હંગામી શિક્ષકોની ભરતી કરાશે

મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં ત્રણ મહિનામાં 800 હંગામી શિક્ષકોની ભરતી કરવામાં આવશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.2

પૂર્વ વીસી ગયા બાદ હવે ધીમે ધીમે યુનિવર્સીટીનું ડામા ડોલ થઈ ગયેલું તંત્ર ખરા અર્થમાં સાર્થક થવા માટે આગળ પગરવ માંડી રહ્યું છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં ત્રણ મહિનામાં 800 હંગામી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જે મામલે યુનિવર્સીટીમાં વર્ક લોડ કમિટીની બેઠક મળી હતી.

વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા ગાયકવાડ યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષ 2025-26 માં હંગામી શિક્ષકોની ભરતી માટે હેડ ઓફિસ દ્વારા તમામ ફેકલ્ટીઓ કોલેજો પાસેથી યાદી મંગાવવામાં આવી છે. જે અંગેની આજે મળેલી વર્ક લોડ કમિટીની બેઠકમાં 800 હંગામી શિક્ષકોની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત એપ્રિલ મહિનામાં યુનિવર્સિટી દ્વારા નોટિફિકેશન પ્રસિદ્ધ કરાશે. જેમાં અરજીઓ મંગાવ્યા બાદ મે મહિનામાં ઉમેદવારોમાં ઇન્ટરવ્યૂ લેવાશે. જ્યાં યુનિવર્સિટી દ્વારા જૂન મહિના સુધીમાં હંગામી શિક્ષકોની નિમણૂક અપાશે. કોમર્સમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેથી ફેકલ્ટીમાં હંગામી શિક્ષકોની વધુ ભરતી થાય તો નવા શૈક્ષણિક વર્ષમાં 6,30,000 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય તેમ છે, તે ઉપરાંત વર્ષોથી શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો પણ ભવિષ્યમાં કાયમી થશે. તેવી અટકણો પણ ચાલી રહી છે. આ અંગે યુનિવર્સિટીના રજિસ્ટાર ડોક્ટર કે એમ ચુડાસમાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં આગામી સત્ર માટે થઈ અને જે ટેમ્પરવરી અધ્યાપકોની ભરતીકરવાની હોય છે. તેની માટે વર્ક લોડ કમિટી ફોર્મ થઈ અને તે કાઉન્ટિંગનું કામ યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે. આ વર્ક લોર્ડ કમિટીના રીવ્યુના આધારે આગામી વર્ષની અંદર જે કોઈપણ ટેમ્પરરી ટીચર્સની ભરતી કરવાના છે. જેમાં મુખ્ય ત્રણ ભાગની અંદર ભરતી થાય. એક તો ટેમ્પરવરી ટીચર બીજા છે હાયર પેમેન્ટ પ્રોગ્રામ ની અંદર ટીચર્સ અને ત્રીજા છે કોન્ટ્રાક્ટરલ જેમને અત્યાર સુધીનો કોન્ટ્રાક્ટ કહેતા હતા. એ પાંચ વર્ષના કોન્ટ્રાક્ટમાં આ વખતે ચાર વર્ષ માટેનો થવાનો છે. હાયર પેમેન્ટ પ્રોગ્રામની અલગ પોઝિશન અને એના સિવાયની અધર ટેમ્પરરી પોઝિશન. આમ ભેગી થઈ અને 580 જેટલા ટેમ્પરવરી ટીચર હાયર પેમેન્ટ ની અંદર 232 શિક્ષક અને લગભગ 70 ટીચર કોન્ટ્રાકચ્યુલ સર્વિસ એટલે કે ચાર વર્ષ માટે કોન્ટ્રાક્ટ થાય છે ટીચર્સ નો એની માટે ભરતી થાય તેની તૈયારી અત્યારે થઈ રહી છે. હાલ આ કમિટીનું કાર્યક્ષેત્ર છે ટેમ્પરવરી ભરતીનું છે. પરંતુ ચોક્કસપણે જે યુનિવર્સિટી ની અંદર જે એસ્ટ્રાબિલીઝ અપાયું છે સરકાર દ્વારા અને તેની અંદર જે ખાલી પડેલી જગ્યા છે. તેનું નવું નોટિફિકેશન બહાર પાડવાની કાર્યવાહી પણ હવે ટૂંક સમયની અંદર શરૂ થશે અને તબક્કાવાર એની અંદર થશે. સૌથી પહેલા જે ટેમ્પરરી ટીચર છે એમની ભરતી થશે અને ત્યાર પછી ફૂલ ટાઈમ ટીચરની કાર્યવાહી તદુપરાંત અને પછી આગામી કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top