ફાયર બ્રિગેડના કર્મીને મારનાર પાર્થ બ્રહ્મભટ્ટની ધરપકડ કેમ ના કરાઇ ?
મકરપુરા ફાયર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીને મારવાના ગુનામાં પૂર્વ ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવી હતી. પરંતુ વગદાર એવા પાર્થ બ્રહ્મભટ્ટ વડોદરામાં હોવા છતાં પોલીસ દ્વારા કેમ ધરપકડક કરાતી નથી,પોલીસની કામગીરી સામે શંકા ઉભી થઇ છે. બીજી તરફ પાર્થ ચીફ ફાયર ઓફિસરના ઇન્ટરવ્યુ માટે આવતા પોલીસ અને પાલિકાના અધિકારીઓની મિલીભગતનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે.
વડોદરા શહેરના પાલિકા અંતર્ગત આવતા ફાયર ડિપાર્ટમેન્ટમાં પૂર્વ ચીફ ફાયર ઓફિસર તરીકે પાર્થ બ્રહ્મભટ્ટ ફરજ બજાવતા હતા. તેઓ જ્યારે સત્તા પર હતા ત્યારે મકરપુરા ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા કર્મચારી સાથે ઝઘડો કર્યા બાદ માર માર્યો હતો અને છુટ્ટી બોલટ પણ મારી હતી. આ મારામારીની ઘટના રાવપુરા પોલીસ મથક પહોંચી હતી અને કર્મચારીઓ પૂર્વ ફાયર ઓફિસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા વહીવટી કાર્યવાહી અંતે પાર્થ બ્રહ્મભટ્ટ સહિતના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ઘણા દિવસો થઇ ગયા હોવા છતાં અને પાર્થ બ્રહ્મભટ્ટ વડોદરામાં જ હોવા છતાં કેમ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવતી ન હતી. જેને લઇ પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. ત્યારે કેટલાક દિવસથી ચીફ ફાયર ઓફિસરની જગ્યા ચાર્જમાં ચાલતી. ત્યારે પાલિકાએ ભરતી જાહેર કરતા પાર્થ બ્રહ્મભટ્ટ પણ ઇન્ટરવ્યુ માટે આવ્યા હતા. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ પાર્થ બ્રહ્મભટ્ટે રૂપિયાના જોરે કે પછી અધિકારીઓ સાથેના સંબંધના કારણે ફરિયાદ સાથે સમાધાન કરી લીધુ હોવાનું જાણવા મળ્યુ છે.
ચીફ ફાયર ઓફિસરની સીધી ભરતીમાં સસ્પેન્ડેડ પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઇન્ટરવ્યૂ માટે પહોંચતા ચર્ચાનો વિષય બન્યો :
અનેક વખત વિવાદોમાં સપડાયેલા અને પોતાના હોદ્દાનો દૂર ઉપયોગ કરીને પૂર્વ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ફાયર વિભાગના કર્મચારીને માર મારવાના મામલે મ્યુનિસિપલ કમિશનરે કડક પગલાં ભરી તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમજ તેઓની ભરતી મામલે પણ અનેક સવાલો ઊભા થયા હતા. હાલ હંગામી ધોરણે ચીફ ફાયર ઓફિસર તરીકે નિકુંજ આઝાદ હોદ્દો સંભાળી રહ્યા છે. પરંતુ ચીફ ફાયર ઓફિસર માટેની જગ્યા ભરવા માટે તાજેતરમાં મળેલી સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં ચીફ ફાયર ઓફિસર ની જગ્યા પર સીધી ભરતી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેની માટે અરજીઓ પણ મંગાવવામાં આવી હતી. જેમાં વર્તમાન શાસકોના માનીતા સસ્પેન્ડેડ પાર્થ બ્રહ્મભટ્ટને હવાલાના ચીફ ફાયર ઓફિસર તરીકે ફરીથી એકવાર ચીફ ફાયર ઓફિસર ના પદ માટે ફોર્મ ભરવામાં આવતા વિવાદ સર્જાયો છે પોતાના જ માનીતા સસ્પેન્ડેડ પાર્થ બ્રહ્મભટ્ટને ફાયર ચીફ ઓફિસર બનાવવાનો કારસો આમ તો પહેલેથી જ ઘડાઈ ચૂક્યો છે. પરંતુ સોમવારે પાલિકા ખાતે ચીફ ફાયર ઓફિસરના પદ માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ચીફ ફાયર ઓફિસર બનવા માટે અનેક આવ્યા હતા.જેમાં ભ્રષ્ટાચારની પોલીસે દ્વારા FIR દાખલ કરવામાં આવી છે. એવા પાર્થ બ્રહ્મભટ્ટ પણ પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચતા ચર્ચાનો વિષય બન્યો હતો.