DEO કચેરી દ્વારા આકરા પગલાં લેવા તૈયારી
સરકારમાં પત્ર લખી સ્કૂલ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાશે
( પ્રતિનિધિ )વડોદરા,તા.25
વડોદરા શહેરમાં ફરી એક વખત ખાનગી સ્કૂલની મનમાની સામે આવી છે અગાઉ વાલીઓની રજૂઆત બાદ વિબગ્યોર સ્કૂલ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી તેમ છતાં પણ આ સ્કૂલ દ્વારા હજી પણ FRCનું ઉલ્લંઘન થતા ફરી એક વખત વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.

વિબગ્યોર સ્કૂલ દ્વારા એફઆરસી ના નિયમ નું ઉલંઘન કરવામાં આવી રહ્યું છે. જેની સામે અમે રજૂઆત કરી હોવા છતાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બાળકો સ્કૂલમાં નહીં જાય તો એમના ભવિષ્ય નું શું. અમારી એક જ માંગ છે કે ડીઓ કચેરી દ્વારા સ્કૂલને જણાવવામાં આવે. જેથી કરીને તે એફઆરસીના નક્કી કરેલ નિયમ મુજબ ફી લે. વાલીઓએ જણાવ્યું હતું કે, સ્કૂલ શરૂ થવામાં આવે ત્રણ ચાર દિવસ જ બાકી છે. બાળકો હતાશ થઈ ગયા છે. જેથી કરીને જલ્દી માં જલ્દી આ સમસ્યાનું નિરાકરણ લાવે. સ્કૂલ એફઆરસી મુજબ ફી વસુલે. વારંવાર અમે બધા વાલીઓ ભેગા થઈને રજૂઆત કરીએ છીએ પણ કોઈ સાંભળતું નથી. એટલે આજે ફરીથી એક વખત જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માટે આવ્યા હતા. ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે એ જણાવ્યું હતું કે વિબગ્યોર સ્કૂલના વાલીઓ સ્કૂલ બાબતે ફરીથી રજૂઆત લઈને આવ્યા હતા. આ સ્કૂલને થોડા દિવસ પહેલા જ તેની અનિયમિતતા બાબતે આપણે દસ હજાર રૂપિયાનો દંડ પણ કર્યો હતો. તેમાં સરકારના નિયમ મુજબ આપણે એની સામે ફરી પગલા લઈશું અને આપણે સરકારમાં પત્ર લખીશું. પેરેન્ટ્સની માંગણી વ્યાજબી છે અને આપણા તરફથી જેટલા પણ પ્રયત્ન થઈ શકે એ વાલીઓના હિતમાં નિર્ણય લઈશું. શાળા દ્વારા વારંવાર અનિયમિતતા છે એને ધ્યાનમાં લઈને આપણે દંડ કરવામાં આવ્યો છે અને ફરી અની સામે આકરા પગલાં લેવા માટે સરકારશ્રીમાં ભલામણ કરીશું.

