Vadodara

વડોદરા : વિબગ્યોર સ્કૂલના સંચાલકો દ્વારા FRCના નિયમોનું ઉલ્લંઘ્ઘન, વાલીઓમાં રોષ

એફઆરસીના નિયમો અંગેની વિસંગતતાઓ અંગે શાળા દ્વારા સ્પષ્ટીકરણ જાહેર કરવાની માંગ :

વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા એફઆરસી કમિટીને રજૂઆત :

( પ્રતિનિધિ )વડોદરા,તા.28

વડોદરામાં એફઆરસીના નિયમો અંગેની વિસંગતતાઓ અંગે શાળા દ્વારા સ્પષ્ટીકરણ જાહેર કરવાની માંગ સાથે વિબગ્યોર સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા એફઆરસી કમિટીને રજૂઆત કરવામાં આવી હતી.

શહેરમાં કેટલીક શાળાઓ દ્વારા એફઆરસીના નિયમોનું પાલન કરાવવામાં આવતું નથી તથા એફઆરસીની ગાઇડલાઇન્સ તથા કોર્ટે નાણાકીય વર્ષ 2017-2020 દરમિયાન વાલીઓની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો, તેમ છતાં શાળાએ ફી પરત નથી કરી. વિબગ્યોર સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આજે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી ખાતે એફઆરસી કમિટીને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી.

જેમાં વાલીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા ધોરણ 6ના વિધાર્થીઓ પાસેથી રૂ.1,74,000ની ફી લેવામાં આવે છે. પરંતુ, આ ફી શેના માટે અને કયા નિયમોને આધીન લેવામાં આવે છે. તેની કોઇ સ્પષ્ટતા વાલીઓને આપવામાં આવતી નથી કે નોટિસ બોર્ડ પર મૂકવામાં આવતી નથી. વાલીઓ જે ફી ભરી રહ્યાં છે. તે ફી શાના માટે અને કેટ કેટલી ફી લેવામાં આવે છે તે જાણવાનો હક્ક છે, સાથે જ શાળામાં એવા તો કયા પુસ્તકો છે. જે અન્ય શાળાઓમાં રૂ.5,000મા મળે છે જ્યારે અહીં રૂ.35,000 જેટલી રકમ લેવામાં આવે છે. ત્યારે આ તમામ બાબતે વિબગ્યોર સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે એફઆરસી સમિતિ સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા હતા અને વહેલીતકે શાળા દ્વારા આગામી નવા સત્ર માટેની ફી અંગે એફઆરસીના નિયમો મુજબ સ્પષ્ટતા કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

Most Popular

To Top