મહિલા સફાઈ કર્મીઓની જાતીય સતામણી બંધ કરો
વડોદરામાં પડતર પ્રશ્નોની માંગ સાથે વિદ્યુત નગરના સફાઈ કામદારોએ મોટી સંખ્યામાં ભેગા થઈ પોતાના પડતર પ્રશ્નોની માંગણી સાથે વિરોધ સાથે રેસક્રોસ સર્કલ પાસે વિદ્યુત હેડ ઓફિસના પટાંગણમાં ધરણાં પ્રદર્શન કરી સૂત્રોચાર બોલાવ્યો હતો. જેમાં કર્મચારીઓ હાથમાં બાબા આંબેડકર ના પોસ્ટર, પ્લે કાર્ડ, અને બેનરો સાથે રેલીમાં જોડાયા હતા.

વડોદરા વિદ્યુત નગરના વર્ષોથી કામ કરતાં સફાઈ કામદારોએ અનેક પડતર પ્રશ્નો મુદ્દે તંત્ર સામે જંગ છેડી છે. જેમાં કાયમી કરવાની માંગણી સાથે જે સફાઈ કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા છે તેઓ ને પરત લેવા તથા પીએફ જેવી સુવિધા તેઓને મળે તે માટે રેસક્રોસ સર્કલ વિદ્યુત મુખ્ય કચેરી ખાતે મોટી સંખ્યામાં સફાઈ કામદારો એકત્રિત થઈ સૂત્ર ઉચ્ચાર સાથે પોતાની પડતર માંગણીઓ સ્વીકારવા માટે ધરણા પ્રદર્શન પર બેઠા તેમજ હાથમાં બાબા સાહેબ આંબેડકર ના ફોટા, પ્લે કાર્ડ, અને બેનરો સાથે કર્મચારીઓ જોડાયા હતા.
આ રેલીમાં ભારે સુત્રોચ્ચારો સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. ભારે સુત્રોચ્ચારો તેમજ ઉગ્ર વિરોધ સાથે સફાઈ કર્મચારીઓનો મોરચો રેસક્રોસ સર્કલ ખાતે આવેલી વિદ્યુતની મુખ્ય કચેરીએ પહોંચ્યો હતા. જ્યાં ધરણાં કરી કર્મચારીઓએ સૂત્રો ઉચ્ચાર બોલાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને પોતાના પડતર પ્રશ્નો અંગે માંગણીઓ નહિ સ્વીકારાય તો હવે પછી સફાઈ કામદારો સાફ સફાઈ કરવાનું બંધ કરી વિદ્યુત મુખ્ય કચેરીએ એકત્રિત થઈ ઘેરાવો કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી. સાથે સાથે સફાઈ કર્મચારીને મહિલાઓ ની સાથે જાતિય સતામણી કરવામાં આવે છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. સફાઈ કર્મચારીઓએ વિદ્યુત ઓફિસના અધિકારીઓ અને મેનેજમેન્ટ સામે જંગના મેદાનમાં ઉતરી પડયા હતા. તથા સતત સૂત્ર ઉચ્ચાર બોલાવી ભર નિંદ્રા માણી રહેલા તંત્રને જગાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

અત્રે,ઉલ્લેખનીય છે કે, વિદ્યુત ઓફીસ ની મુખ્ય કચેરીમાં બેઠેલા અધિકારીઓ ને કહ્યું આખા શહેરની સાફ સફાઈ કરતા અમે કામદારો છે. જે વર્ષોથી ફરજ બજાવે છે. છતાં તેઓને કાયમી કરવામાં આવ્યા નથી. ત્યારે જો હવે પછીના સમયમાં આ સફાઈ કામદારો શહેર સહિત સમગ્ર રાજ્યમાં ઝાડુ મારવાનું છોડી દેશે તો શું પરિસ્થિતિ સર્જાશે. તે તો આવનાર સમય જ બતાવશે.
