Vadodara

વડોદરા : વિદ્યાના ધામ બહાર ચાલતી અસામાજિક પ્રવૃત્તિથી શાળાના બાળકોનું ભાવિ જોખમાયુ

માંજલપુર શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલયની બહાર અસામાજિક તત્વોના અડ્ડા સહિતના પ્રશ્ને આચાર્યનો રોષ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.29

વડોદરાના માંજલપુર અલવાનાકા રોડની શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલયની બહાર અસામાજિક તત્વોનો અડ્ડો તેમજ ગેરકાયદેસર થતા પાર્કિંગ સહિત ગંદકી પ્રશ્ન શાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં મુકાયું છે.

શિક્ષાના ધામ બહાર અસામાજિક પ્રવૃત્તિ થઈ રહી છે.તેમજ શાળા બહાર ગેરકાયદેસર થતા પાર્કિંગના કારણે શાળાના સંચાલકો સહિત બાળકોના વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે,શાળાના આચાર્યે માહિતી આપતા જણાવ્યું છે કે, અમારી શાળાની બહાર આખો દિવસ વાહનો પાર્ક થતા રહે છે. જેના કારણે દિવસના સમયે જ્યારે શાળામાં છોકરાઓ ભણતા હોય કમ્પાઉન્ડ વોલ પાસે બધા વાહનો પાર્ક હોય છે જ્યારે અહીંયા વાલીઓ પોતાના બાળકો શાળાએ મૂકવા માટે આવે છે. ત્યારે તેમને પણ પોતાના વાહનો પાર્ક કરવા માટે જગ્યા નથી મળતી. જેથી કરીને તેમણે રોડ ઉપર વાહનો મુકવા પડે છે અને રોડ પરથી બાળકોને લઈને શાળામાં આવવું પડે છે. અસામાજિક તત્વો અહીંયા બેસી રહે છે અને રીક્ષાઓમાં બેસીને સિગારેટ અને દારૂ પીવે છે પત્તા રમે છે ટેમ્પા રિક્ષાઓ લારીઓ બધું અહીંયા પાર્ક કરીને જતા રહે છે. દિવાલ ઉપર પૈશાબ કરે છે. અહીંયા તો શાળાની દિવાલ જાણે મુતરડી બનાવી દીધી હોય એવું લાગે છે. સવારે એના કારણે એટલી બધી દુર્ગંધ મારે છે . છોકરાઓના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. આ મામલે અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી કે જે ગંદકી થાય છે. શાળા બહાર કચરો પડી રહે છે. જે સફાઈ કામદારો છે એ બધી જગ્યાએથી કચરો એકત્ર કરીને લાવી લારીઓ અહીંયા મૂકી રાખે છે. જ્યારે એમની ઈચ્છા થાય ત્યારે જ કચરો ખાલી કરવા જાય છે અને કચરો પડી રહે છે. ચોમાસામાં ખૂબ જ ખરાબ હાલત થઈ જાય છે. અમે વોર્ડ કચેરીમાં કોર્પોરેશનમાં પોલીસ ભુવનમાં બધી જગ્યાએ રજૂઆત કરી છે. અમારી માંગણી છે કે અમારી શાળા બહાર પાર્કિંગ ન થાય અને અહીંયા જે લોકોએ કચરાનું સ્પોર્ટ બનાવી દીધું છે, એ હટી જાય અને રાત્રિના સમયે જે આ એક ન્યુસન્સ વધી ગયું છે તે વહેલી તકે દૂર થાય એવી અમારી માંગણી છે.

Most Popular

To Top