Vadodara

વડોદરા : વિજ્ઞાન અને શ્રદ્ધાનો અનોખો સમન્વય, ભગવાનની રોબો રથયાત્રા બની આકર્ષણનું કેન્દ્ર

નિઝામપુરાના ભક્તે સતત 11 માં વર્ષે યોજી રોબો રથયાત્રા :

વડોદરાની જનતા ભગવાન જગન્નાથજીની રથયાત્રા જેવો જ અનુભવ લઈ શકે એ માટે ત્રણ રોબો રથ લઈને આવી રહ્યા છે. : જય મકવાણા

વડોદરા : 7 જુલાઈ રવિવારે અષાઢી બીજના દિવસે પ્રતિ વર્ષે વડોદરાના ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્યાતિભવ્ય રથયાત્રા યોજવામાં આવે છે.ત્યારે તેની સાથે સાથે વડોદરાના નિઝામપુરા વિસ્તારમાંથી એક ભક્ત દ્વારા સતત 11માં વર્ષે પણ રોબો રથયાત્રા યોજવામાં આવી હતી.હાલ આજના અધ્યતન યુગમાં ટેકનોલોજી આગળ વધી રહી છે.ત્યારે ભગવાનનો રથ પણ સુવિધાઓ સાથે આકર્ષક બનાવવામાં આવ્યો છે. આ રોબો રથમાં શ્વેત રંગના ચાર ઘોડાઓને અને છ પૈડાઓને રોબોટ સાથે જોડી રોબો રથ તૈયાર કરવામાં આવ્યો છે.જે રાજમાર્ગો પર નીકળતા આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

રોબો રથના સંચાલક જય મકવાણાએ જણાવ્યું હતું કે, આજે ભગવાન જગન્નાથજીની રોબો રથયાત્રા જે વડોદરાની એક વિશિષ્ટ રથયાત્રા છે. એના દસ વર્ષ પૂર્ણ થઈને 11 મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે.ત્યારે એક જ વાત કહેવી છે કે, 21મી સદીમાં આજે જ્યારે જ્યારે વિજ્ઞાનનો દુરુપયોગ થઇ રહ્યો છે. ત્યારે વડોદરાની આ રોબો રથ યાત્રા દ્વારા મેસેજ આપવા માંગે છે કે, વિશ્વભરમાં વિજ્ઞાનનું વિવિધ પૂર્ણ ઉપયોગ કરવામાં આવે વિનયપૂર્વક ઉપયોગ કરવામાં આવે.જેથી માનવ સંસ્કૃતિનો વિકાસ થાય વિનાશ નહી. દર વર્ષે અમે રથ મોડીફાઇ કરીએ છીએ આ વર્ષે ગયા વર્ષે રાખ્યો છે, તે આવતા વર્ષે અમે વડોદરાની જનતા ભગવાન જગન્નાથજીની રથયાત્રા જેવો જ અનુભવ લઈ શકે એ માટે ત્રણ રોબો રથ લઈને આવી રહ્યા છે. એટલે એ મનોરથ ભગવાન પૂર્ણ કરે એવી અમારી આશા છે.

અન્ય એક ભક્તે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પાવન અવસર છે. ત્યારે સવારની પરોઢમાં જય મકવાણા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેમના નિજ મંદિરે નિવાસ્થાને એમની પૂજા કરવામાં આવી છે. ત્યાંથી રથયાત્રા કાઢીને સ્કૂલ પાસેથી પરત નિજ મંદિરે પહોંચાડી અને રોબો રથયાત્રા સ્વરૂપે ભગવાનની આરાધના કરવામાં આવે છે. નોંધનીય છે કે, રથયાત્રામાં પરંપરાગત નૃત્ય, ભગવાનની આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

Most Popular

To Top