વડોદરા: બાપોદ પોલીસ હદ વિસ્તારમાં વિજયનગર માળી મહોલ્લામાં મોડીરાત્રે એકજ કોમના ટોળા વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં મહિલાઓ સહિત કેટલાક લોકોને ઈજા થઈ હતી.
દીકરીની પહેલા છેડતી કરવામાં આવી અને ત્યારબાદ મામલો પથ્થર મારા સુધી પહોંચ્યો હતો. મંદિર પાસે અસામાજિક તત્વોનો અડ્ડો,અસામાજિક તત્વો દ્વારા ત્યાં રહેતી બહેન દીકરીઓની છેડતી કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્ત મહિલા અને નાગરિકોએ બાપોદ પોલીસ મથકે પહોંચી રજૂઆત કરી હતી.